________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૦૫
જે રામે હક્કનું રાજ્ય જતું કરી, “સંસારની કોઈ પણ ઉત્કૃષ્ટ વસ્તુ તુચ્છ છે, એની ખાતર ઝઘડવું એ જ શરમભરી બાબત છે.” એ વાત સમજાવી; એ જ રામની ધરતી ઉપર હક્કોની મારામારીની રામાયણો ઘરઘરમાં સર્જાઈ ચૂકી છે! કેવો કમનસીબ આ કાળ કહેવાય!
પૈસો ઘરમાં લાવતાં ખૂબ વિચાર કરો
કેવી છે આ દુનિયા? કેવા છે એના લોકો? કેવી બની ગઈ છે બુદ્ધિ? કેવી ખોઈ બેઠા છે શુદ્ધિ?
આ દુનિયાના લોકો પોતાના ઘરમાં કોઈ પણ ચીજ લાવે તો તપાસ્યા વિના ન લાવે.
બરણી લાવે, તપાસીને. માટીના ઘડા લાવે, ટકોરા મારીને. ઘી લાવે, સૂંઘીને. કપડું લાવે, જોઈને..
દીકરા માટે કન્યા લાવે, હજાર પૂછગાછ કરીને. પણ કોણ જાણે આ લોકોને થયું છે શું કે ધન કદી તપાસીને ઘરમાં ઘાલતા નથી. જે આવ્યું તે ખપ્યું. બાવો બેઠો જપે, જે આવે તે ખપે.
હરામનું હોય તો ય ખપે; લોહીનું હોય તો ય ખપે; પરાયું હોય તો ય ખપે.
પૂર્વે તો લોકો ધનને ખૂબ તપાસતા અને ચકાસતા. પોતાના હાથમાં ધન આવતાં જ મનને ફરીફરીને પૂછી લેતા કે આ મારા હક્કનું જ છે ને? કોઈના લોહીનું તો નથી ને? મારું જ છે ને? પરાયું તો નથી ને?
જો બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ મળે તો જ ધનને ઘરમાં મૂકતા. આજે “નીતિનો મહિમા જ ઊડી ગયો!
એથી જ આ જગતના ઘરઘરમાં આગ લાગી છે ને? દુઃખોની અને વાસનાઓની? બેયની સ્તો.
અનીતિન ધન ઘરમાં પેસે પછી તો ગમે તેવા દુઃખ ગમે તે પળે ખાબકે અને ગમે તેવા કાળા પાપ, કુટુંબના ગમે તેને, સહુને કાળાર્મેશ કરી નાખે.
શા હાલ છે અનીતિના પાયા ઉપર ઊભા થતા ધનપતિઓના સ્વર્ગમાં, કે જેમના અંતર અનેક અકથનીય દુઃખોથી કણસી રહ્યા છે એ. જેમનાં જીવન અનેક પાપોથી ખદબદી ઊઠ્યા છે. ભૂલશો નહિ કે કાળી મજૂરી કરતો મજૂર પણ મરીને,