________________
૧૦૨
નહિ એસો જનમ બાર-બાર
પેટે ચાંદું ? પછી ઊઠબેસથી શું વળશે?
પેટમાં ચાંદા (અલ્સર) પડ્યા હોય અને એની કશી ચિંતા કર્યા વિના કોઈ યુવાન રોજ પચાસ દંડ પીલે અને બસો બેઠક લગાવે, તેની ઉપર એક કિલો દૂધ પી જાય તો તેના શરીરમાં પચાસ ગ્રામ જેટલું પણ લોહી ભરાય ખરું? હરગીઝ નહિ.
લગભગ બધા ય સંસારીઓની આવી જ બાલિશ હાલત નથી શું?
જેની શુદ્ધિ પ્રત્યે વધુ ગંભીર બનીને પગલાં ભરવાના છે તે અર્થમાં જ ભયાનક અનીતિ વ્યાપી છે. હવે તો જાણે બધા ય એમ જ કહેવા લાગ્યા છે કે અનીતિ કર્યા વિના સંસારમાં જીવી શકાય જ નહિ. સરકારના કાયદા જ એવા છે કે નીતિથી જીવન જીવવા જઈએ તો લાખ રૂપિયા કમાનારે એક લાખને દસ હજાર રૂપિયા સરકારને જ દઈ દેવા પડે?
ચારે બાજુ આ વાત ઊડી છે. સહુને આ વાતની ઢાલ ફાવી પણ ગઈ છે. પછી કોઈ સાધુ નીતિની વાત જ ન કરે; અને પોતાનો અનીતિનો ધંધો પૂરબહારમાં ચાલતો રહે.
માણસ હવે પેટભૂખ્યો જ નથી રહ્યો; હવે એ વાસનાભૂખ્યો પણ બન્યો છે. પેટ ભરવા કરતા એની કાતિલ વાસનાઓને પૂરી કરવાની ચિંતા એના માથે ઘણી મોટી છે. આખો ય પરિવાર આ પાપ-ભૂખનો ભોગ બનેલો હોય છે. જો વાસનાઓ શાંત બને તો પેટની ભૂખને પૂરી કરવા માટે “અનીતિ' કરવાની જરૂર ન રહે. ઓછું ખર્ચવું અને ઓછું કમાવું એ જીવનસૂત્ર બની જાય.
પણ આ ક્યારે સમજાય? પરલોક નજરમાં આવે તો ને? અનીતિના પાપના ફળોની ભયાનકતાનો ખ્યાલ આવે તો ને? એ ન સમજાય તેને માટે આ બધી વાતો “ભેંસ આગળ ભાગવત? સમી બની જાય. ભલે ત્યારે. ગમે તેટલી ધર્મક્રિયાની ઊઠબેસ લગાવે રાખો, પેલું અનીતિનું ચાંદું તમારા આત્મામાં રાગાદિબળોના અલ્પાંશ વિસર્જનનું પણ લોહી નહિ જ ભરવા દે.
ભલે કદાચ પૈસો જોઈએ પણ
તે ગમે તો નહિ જ ને? પૈસા વગેરેના સંસારને હેય માનીને જેણે દુનિયા ત્યાગી છે તે સાધુ. સંસારને હેય માનવા છતાં ત્યાગી ન શકે તે સમ્યગુદૃષ્ટિ.