________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલો, શી વાત છે?' બાળરાજાને કુષ્ઠરોગ લાગી જશે!' ભલે લાગે!” “તો નિર્ભય રહો!'
જીવતો નર ભદ્રા પામે છે. એ જીવંત રહેશે તો એનો રોગ હું દૂર કરવા ગમે ત્યાંથી વૈદ્યરાજ લઈ આવીશ...'
તો ભલે પ્રભાતસિંહ અને શિખરસિંહ - આ બે સાતસો કુષ્ઠરોગીના સમૂહના આગેવાનો હતા. અલબત્ત તે બંને પણ કુષ્ઠરોગથી ગ્રસ્ત હતા જ; પરંતુ બુદ્ધિશાળી હતા.
સાતસો કુષ્ઠરોગીઓના કાફલાની વચ્ચે અમને મા-દીકરાને છૂપાવી દીધાં.
અજિતસેનના સૈનિકો આવ્યા! ચારેય બાજુ તપાસ કરી ન મળી પણ રાણી કે ન મળ્યો બાળરાજા. ઘણી શોધ કરવા છતાં ન મળ્યાં. નિરાશ થઈને સૈનિકો પાછા ચાલ્યા ગયા.
ચંપામાં સત્તાનું પરિવર્તન થયું. રાજસિંહાસને અજિતસેન બેઠો અને પોતાની આણ મનાવી. રાણી કમલપ્રભાને તથા બાલ રાજકુમારને સારી રીતે બચાવી લેવામાં આવ્યાં. ત્યારબાદ મેં સાતસો કોઢી પુરુષો સમક્ષ મારી કરમકથા કહી સંભળાવી. સહુની આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું:
મારા ભ્રાતાઓ! મારા લાલને. મારા રાજ કુમારને તમને સોંપીને જાઉં. છું. એ હજુ ચાર વર્ષનો છે. ચોવીશ વર્ષનો થાય ત્યાં સુધી તે ગુપ્ત જ રહેવો જોઈએ. એ ચંપાનો રાજ કુમાર છે - આ વાત ક્યારે ય કોઈના મુખે ન આવવી જોઈએ.... હવે એ તમારા જ કુષ્ઠીઓના કાફલાનો એક સદસ્ય બની ગયો છે. અવારનવાર હું એને જોવા જરૂર આવતી-જતી રહીશ.'
મેં પ્રભાતસિંહને તથા શિખરસિંહને શ્રીપાલની જવાબદારી સોંપી. બંનેએ રાણીને આશ્વાસન આપ્યું કે રાજ કુમાર અમારી પાસે સુરક્ષિત રહેશે. અલબત્ત આ રોગ સંસર્ગજન્ય હોવાથી કુમારને કુષ્ઠરોગ થશે ખરો. પણ એનું જીવન સલામત રહેશે...
હું તરત જ ત્યાંથી નીકળી ગઈ. અજિતસેનના ગુપ્તચરોથી બચવા મેં પણ મારા પિયર કાશી જવાના બદલે શ્રાવતિની પાસે સ્વામી બાદરાયણના
મયણા
૮૭
For Private And Personal Use Only