________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્રમમાં જવાનું નક્કી કર્યું. મારી સાથે પ્રભાતસિંહ આવ્યો. મને બાદરાયણ આશ્રમમાં મૂકી તે પાછો પોતાના સ્થાને પહોંચી ગયો. પ્રભાત અને શિખરે વિચાર કરીને શ્રીપાલનું નામ “ઉંબર' પાડી દીધું. તેને પણ સમજાવી દીધું કે “તને તારું નામ કોઈ પૂછે તો કહેવાનું કે મારું નામ ઉબર છે!”
હું પુત્રને મૂકીને ચાલી તો ખરી... પણ પુત્રથી વિખૂટા પડવાની એ છેલ્લી પળો હતી. હું ચંપાની રાજરાણી હતાશ બની, હાથ પર હાથ મૂકી, વિવશ બની બેઠી બેઠી મારા અને કુમારના તકદીરને રોતી હતી. સિંહાસનારૂઢ થયે ત્યારે બે વર્ષ પણ પૂરાં થયાં ન હતાં, ત્યાં તો એને એના જ રાજ્યમાંથી વિદાય લેવાની વેળા આવી હતી. એની સમસ્ત આશાઓ પર એના બધાય ઉમંગ ને ઉત્સાહ પર જાણે હિમ પડી ગયું હતું. શું શું ઉમ્મીદો હતી, કેવાં કેવાં અરમાન હતાં? જ્યારે સમય આવ્યો એ ઉમ્મીદો અને અરમાનો પૂરાં થવાની જ્યારે આશા હતી, બરાબર ત્યારે જ મને છોડીને, સુખ-મદિરાનો પ્યાલો હોઠે અડ્યો ન અડ્યો ત્યાં તો એ નીચે પટકાયો અને ચૂરેચૂરા થઈ ગયો. એ સુખમદિરા માટીમાં મળી ગઈ. મારાં એ આંસુ, આહ ને નિસાસા વિફળ ન ગયાં! તપ્ત આંખો અને ધખધખતા હૃદયમાંથી નીકળીને તે આ બાહ્ય જગતમાં આવ્યા હતા. સમયના વહેવા સાથે એ પણ ઠંડા થવા લાગ્યા. સમયના શીળા સમીરની થાપલીઓ ખાઈને એણે કેવું સુંદર સ્વરૂપ આજે ધારણ કરી લીધું છે! આજે આ મારા લાલને જોઈને કોણ જાણે કેમ હૈયું ભરાઈ આર્વ છે! આંસુ સરી પડે છે અને હૃદયમાં તોફાન મચી ગયું છે!
કુષ્ઠરોગીઓનો કાફલો દિન-રાત પદયાત્રા કરતો, ચંપાની સીમાને અતિક્રમીને નિરંજના નદીની પેલી પારના ઘનઘોર અરણ્યમાં પહોંચી ગયો. જંગાનું નામ હતું “બૃહદારણ્ય'.
બૃહદારણ્યની અંદર જ ગિરિકંદરાઓ હતી. ગિરિકન્દરાઓમાં સાતસો કુષ્ઠરોગી નિવાસ કરી શકે તેટલી જગા હતી. જંગલમાં ખાદ્ય-ભક્ષ્ય ફળો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય હતાં અને નિરંજના નદીનું પીવા માટે મધુર પાણી હતું. તેમનો જીવનનિર્વાહ સારી રીતે ચાલુ થયો. હવે ભિક્ષા માટે ગામનગરોમાં જવાની જરૂર નહોતી રહી.
૮૮
અપણા
For Private And Personal Use Only