________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બખોલામાં બેઠેલા હતા, સૂતેલા હતા. એમનાં અંગો-પ્રત્યાંગો ગળી ગયેલાં હતાં. તેમના હાથની આંગળીઓ ખરી પડી હતી અને તેમાંથી દુર્ગધમય રસી ઝરતી હતી. તેમનાં નાક-કાન સડી ગયેલાં હતાં. એમને જોવા આંખો રાજી થતી ન હતી. હાથ-પગની ચામડી સફેદ પડી ગઈ હતી અને એમાં છાલાં પડી ગયાં હતાં. તેમાંથી દુર્ગધ મારતું દ્રવ વહેતું હતું.
કુષ્ઠરોગીઓનું વસેલું એક ગામ જ હતું એ. કમલપ્રભા રાજપુત્રને ખભેથી ઉતારી, એક પાષાણ પર બેઠી. અજાણી સન્નારી.. તે પણ સુંદર વસ્ત્રાલંકારથી સુશોભિત સ્ત્રીને, પુત્ર સાથે એકલવાયી આવેલી જોઈ કુષ્ઠરોગીઓનો સરદાર પ્રભાતસિંહ કમલપ્રભા પાસે આવ્યો. તેણે નમ્રતાથી કમલપ્રભાને કહ્યું :
“હે દેવી! આપ ભૂલાં પડીને અહીં આવી ચડ્યાં છો? આ પ્રદેશમાં અમે સાતસો કુષ્ઠરોગીઓ રહીએ છીએ. અમે પણ નગરમાં જ જન્મ્યા હતા, પરંતુ આ ચેપી કુષ્ઠરોગના લીધે અમને શહેર-નગરો-ગામોથી દૂર રહેવાનો જનાદેશ છે. રાજાનો પણ આદેશ છે. અમે કેટલાક સમયથી અહીં રહીએ છીએ.
“હે ભ્રાતા! હું ચંપાનગરીની રાજરાણી કમલપ્રભા છું. ચંપામાં રાજવિદ્રોહ થયો છે. બાળરાજાનો વધ કરી, એનો કાકો અજિતસેન રાજા બનવા ઇચ્છે છે કે આજે બની પણ જશે. એ બાળરાજાની હત્યા ન કરી નાંખે, તે માટે, હું રાતોરાત રાજ કુમારને લઈને ભાગી છું... ને અત્યારે તમારા શરણે આવી છું. મારા વીરાઓ! તમે મારી અને મારા પુત્રની રક્ષા કરી શકશો? હમણાં જ નવા રાજા અજિતસેનના સૈનિકો આવી પહોંચશે. અમને જોશે તો જોતાંની સાથે જ એ અમારો વધ કરશે! એ મહારાજા સિંહરથનો વંશવેલો નષ્ટ કરવા ઇચ્છે છે. જ્યારે હું કોઈ પણ રીતે રાજ કુમારને જીવતો રાખવા ઇચ્છું છું. “જીવતો નર ભદ્રા પામે!” માટે મારી તમને વિનંતી છે કે તમે અમારી, માતા-પુત્રની રક્ષા કરો. અમને છુપાવી ઘો. "બહેન!' પ્રભાતસિંહે કમલપ્રભાને પોતાની સગી બહેન કરી.
બહેન, તું નિશ્ચિત રહે, અમે તમારા બંનેની સંપૂર્ણ રક્ષા કરીશું! અજિતસેનના ઘોડેસવારો ભલે આવે. તમને એ શોધી નહીં શકે. પણ એક વાત...'
૮૩
મયણા
For Private And Personal Use Only