________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માટે છુપાઈ જવાનો હતો. શિશુને જન્મ આપનારી માતાએ જીવસટોસટની બાથ ભીડી હતી. સ્નેહ અને જીવનની એ જાણે આખરી પળો હતી, એ રાજમહેલના સુખમય દિવસોનો, પ્રેમ અને આહ્લાદથી પૂર્ણ છલકતા એ જીવનનો હવે અંત આવનાર હતો. જગત કેટલું ક્ષણભંગુર છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ભયથી વ્યાકુળ હતી. માર્ગ અજાણ્યો હતો. આંધી વધતી જતી હતી. ભાગ્યાકાશ દુર્ભાગ્યરૂપી વાદળોથી છવાઈ રહ્યું હતું. રોઈરોઈને આસમાને સર્વત્ર આંસુરૂપી ઝાકળબિંદુ વેર્યાં હતાં. આહોના ધુમ્મસમાં મને માર્ગ સૂઝતો ન હતો. એ વેરાન-ઉજ્જડ પ્રદેશમાં ચાલીચાલીને... દોડીદોડીને હું થાકી ગઈ હતી. છતાં મારા લાલને છાતીએ વળગાડીને હું ચંપાથી દૂર દૂર ચાલી રહી હતી. મને ખાતરી હતી કે મને અને બાળરાજાને પકડવા માટે અજિતસેન એના સૈનિકોને મારી પાછળ ચારેય દિશાઓમાં દોડાવશે જ.
ખરેખર મારા એ નાલાયક દિયરે મારા સ્વર્ગસમા સંસારમાં નરકનું વિષ ફેલાવ્યું હતું. અનંગયૌવના વિષકન્યા પણ હોય છે. એનો સહવાસ સેવીને કોણ ચિરંજીવ બન્યું છે? ખેર, દુઃખના ભૂતે સુખને સતાવ્યું છે. મસ્તી અને ઉન્માદને ક્ષયનો રાજયોગ વળગ્યો છે! મારી આશાઓ અને કામનાઓને નિષ્ઠુર સંસાર દ્વારા કચડાતી જોઈને હું રડી પડી હતી, મારું સજીવ કોમળ હૃદય ફાટીને જાણે ટુકડેટુકડા થઈ ગયું હતું... એ ટુકડાઓ મારા આખા યે ભગ્ન સ્વપ્નલોકમાં વિખરાયેલા નિર્જીવ થઈને પડેલા છે.
અરુણોદય થયો હતો.
હું એક ભીષણ અટવીમાં પ્રવેશી ગઈ હતી. ત્યાં મને ચારેય બાજુથી દુઃસહ દુર્ગંધ આવવા લાગી. મેં આસપાસ જોયું, દૂર દૂર નજર નાંખી... પરંતુ ખ્યાલ ન આવ્યો કે આવી ઘોર દુર્ગંધ ક્યાંથી આવી રહી છે... હું અટવીમાં ધીરે ધીરે આગળ વધતી ચાલી... ત્યાં એક એવો નદીકિનારો આવ્યો કે જેના તટ પર નાના-નાના પહાડો હતા. પહાડોમાં નાની-નાની ગુફાઓ હતી. મેદાનોમાં ઘટાદાર વૃક્ષો હતાં... અને ત્યાં સેંકડોની સંખ્યામાં માણસો હતા! માણસો હતા પણ કોલાહલ ન હતો.
મણા
એ સેંકડોની સંખ્યામાં કુષ્ઠરોગી પુરુષો હતા. કોઈ પહાડોની ગુફાના દ્વારે બેઠેલા હતા, કોઈ વૃક્ષોની છાયામાં બેઠેલા હતા. કોઈ પહાડની
For Private And Personal Use Only
૮૫