________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્જન નદીકિનારે હું ચાલી. મારી છાતીએ રાજ કુમારને મેં ચીપકાવેલો હતો. તે ખરેખર ઊંઘી ગયો હતો. નિર્જન નદીનો કિનારો અને વારેવારે ઊભા થતા વનવગડાના ઠંડા હિમ વાવંટોળ... દૂર દૂર નગરના ગુંબજો પર લટકતા આકાશ-દીપકો ય આકાશદીપક જેવા દેખાતા હતા. નદીકિનારા પરનું સ્મશાન દેખાયું. સ્મશાનમાં ઘોરખોદિયાં જાનવરો લપાતાં-છુપાતાં ફરતાં હતાં. એમની હડફેટે ચડતી માનવીની ખોપરીઓ ને હાડકાં ચિત્ર-વિચિત્ર અવાજ કરતાં હતાં. આકાશમાં કોઈ ફણીધરના સળવળાટ જેવો વીજળીનો લસરકો થયો અને મારી આગળ કીચડભર્યું નાળું જોયું. એની બદબો-કીચડ, કાંટા.. ઝાંખરાં મને મૂંઝવી ન શક્યાં. હું ઉઘાડે પગે જાણે દોડી રહી હતી. મનમાં શત્રુનો ભય હતો. પુત્ર રક્ષાની ઝંખના હતી.
મેં મારી પોતાની જાતને જીવનની કોઈ સાંકડી ગલીમાં કોઈ નિર્જન અને ઉજ્જડ ભૂપ્રદેશ પર એકલી-અટૂલી બનીને ઊભેલી જોઈ. એ સાંકડી અને ઉજ્જડ ભૂમિની એક બાજુ ધસમસતો, ઉધમાત મચાવતો, ખળભળાટ કરતો પ્રચંડ પ્રવાહ વહેતો હતો. આ પ્રચંડ પ્રવાહમાં જ મારે તણાવાનું હતું. હું અકળવિકળ બનતી હતી. મારું દૈનિક જીવન ખળભળી ગયું હતું. મારું વ્યગ્ર મન અભાનપણે બોલી ઊઠતું હતું “આ સંસાર? આવી દુનિયા? આ કઠોર નિષ્ફર પાર્થિવ જગત મારું સર્વસ્વ લૂંટી ગયું.'
હું હીબકીહીબકીને રડી પડી. કઠોર પાર્થિવ જગતમાં આ કઠોર લોકમાં જ્યાં માનવભાવોની કોઈને કંઈ પરવા નથી; માનવઇચ્છા આકાંક્ષાઓનો ઉપહાસ કરવો એ એક સ્વાભાવિક વાત છે; જ્યાં માનવહૃદય પર ઘા કરવામાં જ મનોરંજન રહેલું છે ત્યાં ઓહ...! આથી વધારે હું વિચારી નથી શકતી.
મારે મારા પુત્રને સુરક્ષિત જગાએ મૂકવો હતો. રાજા અજિતસેન દુશ્મન બન્યો હતો. એ મને અને કુમારને ગમે ત્યાંથી શોધી કાઢીને મોતના ઘાટે ઉતારી દેવા ઇચ્છે છે. એવું કંઈ બને એ પૂર્વે મારે પુત્રને સુરક્ષિત જગાએ મૂકી દેવો જોઈએ.
એ અંધારી રાત હતી. આખી દુનિયા પર ઘોર અંધાર છવાયો હતો. છતાં જગત સૂતું ન હતું. ચંપાનો એ તાજ, ચંપાના સામ્રાજ્યનો એ સિતારો... માતા કમલપ્રભાના હૃદયાકાશનો એ ઉજ્જવલ ચન્દ્ર આજે સદાને
For Private And Personal Use Only