________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં, શું આને તું સુખ કહે છે? ધગધગતી રેતીના રણને તું સમજું, ફૂલઝાડ કહે છે? તું શું આને સુખ કહે છે?
ધન-યૌવન-જીવનના રંગો ઊઠતા-શમતા તરલ તરંગો ક્ષણજીવી... સ્વપ્ન જેવા શાશ્વતને એની ખાતર ખોવા?
મૃગજળને શું તું સુખ કહે છે?
મા, શું આને તું સુખ કહે છે? રોગો જેમાં સળવળે છે, ન ક્ષણભર કળ વળે છે... ને ક્ષણ ક્ષણ જે પીગળે છે...
દુર્ગધથી ભરેલી કાયાને તું સુખ કહે છે?
માં, આને તું સુખ કહે છે? ન કર પ્યાર, નથી એ રસની ધાર નથી એ પ્રેમ-અભિસાર આ બધો છે બેતાલ સૂર-અસાર એને તું મલહાર કહે છે?
તું શું એને સુખ કહે છે?
મારી મા, તું શું આને સુખ કહે છે? મારી માતા રૂપસુંદરી સ્થિર દૃષ્ટિએ જોતી રહી. મને લાગ્યું કે એને કંઈક કહેવું છે. “બોલ મા! શું કહેવું છે તારે?”
તો પછી વીરાંગના બનીને બેટી, ઝઝૂમવું પડશે. આ તો સત્તાધીશ છે.. રાજા-મહારાજા છે... એમના હાથ ઘણાં લાંબા હોય છે, બેટી..”
મા, તું પાછી ભૂલી ગઈ? બધાનાં હાથ કરતાં મારા પરમાત્માના હાથ ઘણા જ લાંબા છે ને આભ ઊંચા છે! મારા ગુરુદેવના હાથ વજ જેવા દઢ છે ને કમળ જેવા કોમળ છે! અને મારો ધર્મ - મારો શીલધર્મ.. મારી રક્ષા કરવા સદા-સર્વત્ર તત્પર છે.. માટે મારી મા! મારી વહાલી મા! તું
માણા
For Private And Personal Use Only