________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અપંગ... એવા યુવક સાથે...' મારી મા બોલી ન શકી... તેનાથી ડૂસકું
મુકાઈ ગયું.
‘મારી મા! તું આવી ચિંતા કરે છે? તું તો જિનમતની જ્ઞાતા છે. કોઈ કોઈને દુઃખી કરી શકતું નથી. કોઈ કોઈને સુખી કરી શકતું નથી. મા, આ સિદ્ધાંતની તો મારી લડાઈ છે! અને હું આ સિદ્ધાંતને વળગી રહેવાની છું! મારા પિતાનું કર્તૃત્વનું અભિમાન મારે તોડવું જ છે. એ ભલે એમ માને કે ‘હું મયણાને દુ:ખી કરી દઈ, એના સિદ્ધાંતને ખોટો સિદ્ધ કરી દઉં...!' ના, મા! ના, એમનાથી હું ડરતી નથી. દુ:ખોથી ડરવાનું શા માટે? પૂર્વજન્મોમાં પાપકર્મો બાંધ્યાં હશે અને એ કર્મો આ જન્મમાં ઉદયમાં આવશે તો દુઃખ આવશે જ! એ દુઃખોનો સમભાવે સ્વીકાર કરી લેવાનો. મન પર એ દુઃખોનો ભાર નહીં રાખવાનો, આ વાત હું સારી રીતે સમજેલી છું.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘એટલે બેટી, તારા પિતા તને કોઈ રસ્તે રઝળતા ભિક્ષુક સાથે...... અનાથ સાથે... અપંગ સાથે પરણાવી દેશે તો તું પરણી જઈશ?'
‘હા માતા! જરૂર પરણી જઈશ...! જો મારા પુણ્યકર્મનો ઉદય હશે તો એ ભિક્ષુકના દેહમાં કે વેશમાં કોઈ ભવ્ય આત્મા છુપાયેલો હશે! કોઈ ઉત્તમ પુરુષ રહેલો હશે! કોઈ રાજકુમા૨ આવેલો હશે! શા માટે ચિંતા કરે છે મા? સર્વજ્ઞ પરમાત્માના આ સિદ્ધાંત પર મારી અવિચલ શ્રદ્ધા છે!'
‘પણ ભદ્રે, મારી આવી ઊગતી કળી જેવી પુત્રીને દુઃખી થતી હું નહીં જોઈ શકું... નહીં જોઈ શકું, બેટી...' મારી મા આવેશમાં ઊભી થઈ ગઈ.
‘હું મહારાજાને સ્પષ્ટ શબ્દોમાં કહી દઈશ કે પુત્રી માત્ર તમારી જ નથી, મારી પણ છે. મારી સંમતિ વિના તમે એનાં લગ્ન નહીં કરી શકો.’
50
‘માતા, તો આપણી વાત... આપણો પડકાર ઢીલો પડી જશે. તું પણ મા, સર્વજ્ઞ-મતને માનનારી છે ને? ભગવાન ઋષભદેવની ઉપાસિકા છે ને? ગુરુદેવ મુનિચન્દ્રસૂરિની શિષ્યા છે ને? તું જરાય ન ગભરાઈશ, મા. આપણા માથા પર પરમાત્માની અચિંત્ય કૃપા છે અને સદ્ગુરુના આંતરિક આશીર્વાદ છે મા, પછી ડરવાનું શાનાથી?' મારી મા, તું સાંભળ :
For Private And Personal Use Only
માણા