________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી અને હજુ પણ ગમે છે. હું જ્યારે પ્રભાતે નિદ્રાનો ત્યાગ કરું, આંખો ખોલું ત્યારે મને એની અર્ધવિકસિત કમળ જેવી આંખો... અને પરવાળા જેવા એના અધરસંપુટ દેખાતા. એનામાં હિમાલયની શીતળતા અને વસંતની ઉષ્મા વરતાતી... અને ઊજળાં દૂધ જેવાં સુંદર વસ્ત્ર પહેરેલી મારી માં રૂપસુંદરી દેખાતી. હું એને લગભગ ભેટી પડતી.
પણ આજે જ્યારે હું એના ખંડમાં પ્રવેશી ત્યારે એ પલંગ પર ગુમસૂમ બેઠી હતી. હતી, એ એકલી જ હતી, હું એની પાસે જઈને ઊભી રહી. “મા!' હું બોલી.
બેટી...” એણે મારી સામે ભીની આંખે જોયું. મેં એની આંખો જોઈ... ને હું ચોંકી ઊઠી...
“મા, તું રડી છે? જરૂર રડી છે મા... શા માટે મા?' અને મારો સ્વર આદ્ર બની ગયો. હું મારી માને વળગી પડી. ખરેખર, મારી માની આંખોમાંથી આંસુ સારવા લાગ્યાં હતાં. મારા ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી, એણે મારી આંખોમાં આંખો પરોવી... એની આંખોમાં ઉદાસી હતી... અજંપો હતો... આક્રોશ હતો...
મયણા...” તે બોલી. હું પલંગ પર એની પાસે જ બેસી ગઈ હતી. તારા પિતા આવ્યા હતા..' હં...' તીવ્ર કષાયમાં હતા...” હશે જ...” ન બોલવાનું બોલી ગયા... બેટી!” કષાયથી પ્રેરિત મનુષ્ય ન બોલવાનું જ બોલે...”
પણ તેમના જેવા મોટા માણસે આવું બધું અણછાજતું બોલાય? બાળકો તો બોલી જાય, પણ માતા-પિતાથી અઘટિત બોલાય ખરું? પણ તેમને કોણ સમજાવે?'
મા, કષાયપરવશ જીવને સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ જાય છે. એને સમજાવવા જતાં એનો રોષ બળવત્તર થાય છે.”
તે છતાં, તેમને ખોટું પગલું ભરતાં તો રોકવા પડશે...' એટલે?” ‘તેઓ તને તારાં કર્મોના હવાલે કરવાના બહાને, કોઈ દુઃખી, દરિદ્ર...
અયા
૭પ
For Private And Personal Use Only