________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા મનમાં રાજસભામાં થયેલા વિવાદની વાતો ઘૂમરાતી હતી. મેં વિચાર્યું. “મારાથી મારા પિતાનો અવિનય તો નથી થયો ને? જોકે મારા શબ્દોથી એમને ખૂબ આઘાત થયો છે, પરંતુ ક્યારેક સત્ય એવું ધારદાર હોય છે... બીજાને વાગે છે, બળે છે. હા, જો મેં પિતાના અભિમાનને, એમના કર્તુત્વના અભિમાનને પુષ્ટ કર્યું હોત તો તેઓ મારા પર, સુરસુંદરીની જેમ પ્રસન્ન થઈ, મારા મનગમતા કોઈ રાજ કુમાર સાથે પરણાવી દેતા પણ ક્યાં હજુ કોઈ રાજ કુમારને મારા પતિ તરીકે પસંદ જ કર્યો છે? અને એ પસંદગી કરનારી હું કોણ? અથવા મારા પિતા પણ મારા માટે એ વરની પસંદગી શાને કરે ?'
મને એમનું કર્તુત્વનું અભિમાન જરાય ન ગમ્યું. એ બોલ્યા કે “હું ધારું તેને સુખી કરી શકું અને ધારું એને દુઃખી કરી શકું...' આ કથને મને અકળાવી મૂકી. મારું મન ખળભળી ઊઠ્યું... એટલે મારે વસ્તુસ્થિતિ... કર્મનો સિદ્ધાંત બતાવવો પડ્યો... પણ ત્યાં એમનો અહંકાર એમને નડ્યો! “હું પિતા અને તું મારી પુત્રી... પુત્રીએ તો પિતાની દરેક વાત નીચા મોઢે માની જ લેવાની... કોઈ તક નહીં કરવાનો... કોઈ ચર્ચા નહીં કરવાની!” આવી વાત કેમ ચલાવી લેવાય? વળી તેઓ તો રાજા છે ને! એક તો પિતા અને વળી રાજ! એટલે અભિમાનના પહાડ પર બેસી ગયા. મારા પ્રત્યે અત્યંત નારાજ થયા. કેટલો બધો પ્રકોપ પ્રગટ્યો હતો રાજસભામાં! - હવે તેઓ મને દુઃખી કરવાના ઉપાયો શોધશે! હવે તેઓ મને પુત્રીરૂપે નહીં પણ શત્રુરૂપે જોવાના. એટલે મારી સાન ઠેકાણે લાવવા, એમની માન્યતાને સિદ્ધ કરવા મને દુઃખ કેમ પડે, એના વિચારો કરવાના! ભલે કરે, મારાં કર્મો મારી સાથે છે. મારાં પુણ્યકર્મોનો ઉદય હશે તો તેઓ મને દુઃખી નહીં કરી શકે અને મારાં પાપકર્મોનો ઉદય હશે તો મને સુખી નહીં કરી શકે! હું વિચારોના પ્રવાહમાં તણાતી જતી હતી. ત્યાં લલિતા બોલી : હવે અંધારું ઊતરી આવ્યું છે. આપણે મહેલમાં જઈએ.”
હા, ચાલ, મહેલમાં જઈએ.” હું સહસા ઊભી થઈ ગઈ અને અમે બે સખીઓ મહેલમાં પહોંચી.
મારે મારી માતા રૂપસુંદરી પાસે જવું હતું. મને મારી માતા ખૂબ ગમતી
૭૪
માણા
For Private And Personal Use Only