________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નજીક ૧૧
નિયત તિથિએ, નિયત પ્રાભાતિક સમયે ઉજ્જયિનીની રાજસભા, સમગ્ર માલવદેશના પ્રતિનિધિ પુરુષોથી ખીચોખીચ ભરાયેલી હતી. એમાં રાજસિંહાસન પર માલવપતિ મહારાજા પ્રજાપાલ બિરાજમાન હતા. સામગ્ન રાજાઓ બેઠા હતા. શ્રેષ્ઠીગણ ઉપસ્થિત હતો. પ્રકાંડ પંડિતો હાજર હતા. બંને રાજકુમારિકાઓને કળાઓનું જ્ઞાન આપનારા ઉચ્ચ કોટિના પ્રાધ્યાપકો હતા. કુમારીઓની બે માતાઓ રાજરાણી સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરી પણ સુંદર રેશમી પારદર્શક પડદાની પાછળ બેઠી હતી. તદુપરાંત એક હજારથી વધારે નાગરિક સ્ત્રી-પુરુષોથી રાજસભા ઠસોઠસ ભરાયેલી હતી.
રાજસભાના મધ્યભાગમાં એક ઊંચી વેદિકા બનાવવામાં આવી હતી. તેના પર બે સુંદર મયૂરાસન ગોઠવવામાં આવ્યાં હતાં. એ બે આસનો પર રાજકુમારી સુરસુંદરી અને રાજદુહિતા મયણાસુંદરી બેઠી હતી. બંને રાજકુમારીઓએ સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારો પહેરેલાં હતાં.
શૈવમતના પ્રકાંડ પંડિત શિવભૂતિ પાસે સુરસુંદરીએ શૈવધર્મનું અધ્યયન કરેલું હતું. જ્યારે જૈનદર્શનના દિગ્ગજ વિદ્વાન સુબુદ્ધિ પાસે મયણાસુંદરીએ જૈન ધર્મના સિદ્ધાંતોનું તલસ્પર્શી અધ્યયન કરેલું હતું. આજે મહારાજા પ્રજાપાલ સ્વયં પુત્રીઓની પરીક્ષા લેવાના હતા. બંને રાજકુમારિકાઓના જ્ઞાનવૈભવનો ને બુદ્ધિવૈભવનો રાજસભાને પરિચય કરાવવાના હતા.
*મહારાજા બંને પુત્રીઓને શાસ્ત્રોના અગોચર અર્થ પૂછે છે! મહારાજા પ્રજાપાલ સ્વયં આત્મતત્ત્વના જ્ઞાતા હતા. પરમાત્મતત્ત્વમાં એમની શ્રદ્ધા હતી. શૈવ અને જૈન - બંને મતને જાણનારા હતા. મહારાજાએ રાજસભાનો પ્રારંભ કરવા પંડિત સુબુદ્ધિને વિનંતી કરી.
* અર્થ અગોચર શાસ્ત્રના પૂછે ભૂપતિ જેહ, બુદ્ધિબળે બેહુ બાલિકા, આપે ઉત્તર તેહ. - શ્રીપાલ રાસ
મધણા
૬૩
For Private And Personal Use Only