________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુબુદ્ધિએ ઊભા થઈ, બે આંખો બંધ કરી. નત મસ્તકે અંજલિ જોડી અને ભગવસ્તુતિ ગાવા માંડી :
કેવલ્યની વિશુદ્ધ સૌંદર્ય-પ્રભાથી જેમનો દેહ ઉજ્વલ છે, કરોડો સૂર્ય જેમનામાં એકસાથે ઉદ્યોતમાન છે, સ્વર્ગનાં સુખો, નરકનાં દુઃખો અને મર્યલોકના બધા ભોગ, પરાક્રમ, સંઘર્ષ... વ્યથાઓ બધું જ જેમને પ્રત્યક્ષ છે, નિરંતર સંવેદિત છે, ત્રિલોક અને ત્રિકાળના અનંતદ્રવ્યો, અનંત પર્યાયો જેમની વિશુદ્ધ આત્મપ્રભામાં અનુક્ષણ તરંગિત છે... તેવા પૂર્ણપુરુષ પૂર્ણાનંદી પૂર્ણસુંદર અહંતુ ઋષભદેવનાં પરમ પાવન ચરણોમાં અમારા નમસ્કાર હો!”
આ પ્રમાણે મંગલગાન કર્યા પછી તેમણે જાહેર કર્યું : “રાજા-મહારાજા, શ્રેષ્ઠીઓ, પ્રજાજનો, રાજરાણીઓ, .. સામંતો અને સૈનિકો, સાંભળો! આજે બે રાજસુતાઓ-સુરસુંદરી અને મયણાસુંદરી, એમણે પ્રાપ્ત કરેલાં જ્ઞાન-વિજ્ઞાનની પરીક્ષા આપશે! પરીક્ષા તો ન કહું, તેઓ મહારાજાના પ્રશ્નોના ઉત્તર આપી જ્ઞાન-વિજ્ઞાનથી આપણું મનોરંજન કરશે. સાથે સાથે ધર્મતત્ત્વો સમજાવશે.” સર્વપ્રથમ મહારાજાએ સુરસુંદરીને પૂછ્યું : “વત્સ, વિશ્વમાં પરમ તત્ત્વ કયું છે?
હે તાત! શિવો ભૂત્વા શિવં નેત'' - સ્વયં શિવરૂપ થઈ શિવનું ભજનપૂજન કરવું અને રોમ-રોમમાં ‘શિવોSહં શિવોડë શિવોS૪'નો નાદ ગુંજતો કરવો એ પરમ તત્ત્વ છે. અનાદિકાળથી સ્વયંભૂ શિવલિંગ જ સ્વયં બ્રહ્માંડ છે. વિશ્વતત્ત્વ આ રૂપ ધારણ કરેલું છે. બીજું તત્ત્વ છે જગદંબા પાર્વતી! એમાં જ મારી પવિત્ર ચેતના, અનંત અનુકંપારૂપે, કરુણારૂપે, પ્રેમરૂપે પ્રગટ થઈ છે. એ પાર્વતી ચરાચર પ્રાણીમાત્રની અભયદાત્રી-શરણદાયિની છે. આ જ તો આદ્યશક્તિ આત્મતત્ત્વ છે અને એની પાસે જે મહાલિંગાધિષ્ઠિત વિશ્વનાથ છે તે જ વિશ્વતત્ત્વ છે.
ધૂર્જટિની જટામાંથી ભગવતી અહિંસાની-કરુણાની ગંગા નિરંતર વહેતી રહે છે,
સ્વયંભૂ વિશ્વનાથ કહે છે : 'તમે દંતના વિકલ્પોનો ત્યાગ કરી, અને મને જાણો. હું જ તું છું! “શિવોSÉ વિડë શિવોSt!' અરે, શિવસ્વરૂપ થઈ શિવનું પૂજન કરો, ભજન કરો, ભોજન કરો. તમારી બધી જ
૬૪
માણા
For Private And Personal Use Only