________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિ ને સમતા શું રહેશે?
કે કૂતરાના જેવું? સપનામાં આજે તમે મળ્યાનો ભાસ... ......... ભગવંત બધું છતાંય કશું નથી!
- શાશ્વતું ને અવિનાશી. મનડું તેમાં નથી તરપાતું
ક્યાં જાઉં હું નાસી? શું કરવું? શું ના કરવું? મને ના કોઈ ક્યાસ........ ભગવંત એક વાર, બસ એક વાર
માથે હાથ પસારો! સ્મિત કરીને મનને પંજો
ધખે છે. પ્રાણ અમારો... કરો સ્વીકાર તો થવું છે ચરણશરણમાં દાસ..............ભગવંત) હું ભાવ-
વિહ્વળ બની ગઈ. મારાં નેત્રો નિમીલિત થયાં. મેં દિવ્ય અનુભવ કર્યો... નિરંજન-નિરાકાર ભગવાન ઋષભદેવ પોતાના સિદ્ધાસન પરથી ઊભા થયા... તેમનો જમણો હાથ ઊંચો થયો અને આશીર્વાદ-મુદ્રામાં મારા મસ્તક પર ફરવા લાગ્યો! બે-ચાર ક્ષણો હતી એ.. અપૂર્વ આફ્લાદ અનુભવ્યો, શબ્દોમાં એ અનુભવ બાંધી ન શકાય.
હું અને લલિતા ઋષભપ્રાસાદની બહાર આવ્યાં. આકાશમાં વાદળો ઘેરાયાં હતાં. મેં લલિતાને મહેલમાં મોકલી દીધી. મારે એકાંત જોઈતું હતું.
સુવ્રત-ઉદ્યાન પર આસો મહિનાનાં વાદળ ઘેરાઈ આવ્યાં હતાં. સમગ્ર વનાંચલ વાદળોની છાયામાં સ્તબ્ધ હતો. નીરવતા અપૂર્વ હતી. એ નીરવતાનો... એ શૂન્યનો સ્પર્શ.. મારા અણુ-અણુને જગાવી રહ્યો હતો... આવી રીતે... હું ક્યારેય એકલી નહોતી પડી. ઘનઘોર એકાંતમાં હું જ મારી સામે જોઈ રહી હતી... કોઈ આકૃતિ નહીં... બસ, એક આભાનો અસીમ વિસ્તાર.. એક નીલમનું વિરાટ દર્પણ! જાણે એની સામે એકલી હું ઊભી હતી. ન નામ, ન સંજ્ઞા, ન કુલ, ન દેહ... ન કોઈ... ના હું!
ઉદ્યાનના પલ્લવ પરિચ્છેદમાં જાણે કેવો લય જામ્યો હતો! વર્ષ ચાલુ થઈ ગઈ હતી. માટી પાણીથી ભીંજાઈ ગઈ હતી. માટીની એ સુગંધ જાણે મારું નામ પૂછી રહી છે... જાણે મારા અસ્તિત્વની એ યાદ અપાવે છે...
માણા
For Private And Personal Use Only