________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી સાસુ રાણી કમલપ્રભા રસપૂર્વક મારી વાતો સાંભળી રહ્યાં હતાં. મારા પતિ શ્રીપાલ પણ મુગ્ધભાવે આશ્ચર્યચકિત નેત્ર મારી વાતોમાં તન્મય થઈ જતા હતા. મેં કહ્યું :
એક દિવસ ક્ષિપ્રાના તટ પર એક લીસી ચટ્ટાન પર જઈને હું મારી સખી લલિતા સાથે બેઠી હતી. દૂર દૂર ટેકરીઓની પાછળ કોઈ નવયૌવનાના ભાલપ્રદેશમાં રહેલા કુમકુમ તિલક સમો સૂર્ય અદશ્ય થતો જતો હતો. નગરના વનપ્રદેશ પર ગ્રીષ્મની સાંજનો વાયુ વ્યાકુળ બની, આમ્રવૃક્ષોમાં થઈને વાતો હતો. નદીના તીર પર ધેનુ ચારતા ગોવાળિયાઓએ હવે બંસીઓ બંધ કરી હતી. ગોધણ નગર તરફ ધસતું હતું.
મારું મન મારા અતીતમાં ભમી રહ્યું હતું. મારો જન્મ રાજમહેલમાં.. રાજરાણીની કૂખે થયો... કેમ રાજરાણીની કુખે થયો? કેમ હું જન્મથી જ રાજકુમારી કહેવાઈ? મારો જન્મોત્સવ થયો હતો. મને માતાના... પછી પિતાના... પછી સ્વજન-પરિજનોના પ્યાર-દુલાર મળ્યા હતા. સુંદર ને સુગઠિત શરીર! પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો! અપ્સરા જેવું રૂપ અને મોરલીના સૂર જેવો સ્વર! શ્રેષ્ઠ વસ્ત્રો અને અતિ મૂલ્યવાન અલંકારો! મણિ-રત્નોથી જડાયેલું પારણું અને ઘૂઘરીઓથી ગૂંથેલી રેશમદોરી! ઝુલાવનારી મારી માતા માલવપતિની રાજમહિષી! આ બધાં સુખનાં સાધન મળ્યાં હતાં.
કેટલું બધું સુખ? બધું જ સુખ! મને એકેય દુઃખ યાદ આવતું નથી. આજે આટલી મોટી થઈ છું, પણ ક્યારેય હું વ્યાધિગ્રસ્ત બની નથી. ક્યારેય અપમાનિત નથી થઈ.. ક્યારેય કોઈએ મારી આજ્ઞા અવગણી નથી. મારી બધી જ ઇચ્છાઓ પૂરી થઈ છે ને થઈ રહી છે! ક્યારેક હું સુખનો ઉન્માદ અનુભવું છું! ક્યારેક મને વિચાર આવે છે કે આ દુનિયામાં મારા જેવી સુખી બીજી કોઈ સ્ત્રી હશે ખરી?
પ૨
મયાણા
For Private And Personal Use Only