________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ... આ બધાં સુખો મને મારા આચરેલા ધર્મના પ્રભાવે જ મળ્યાં છે! પૂર્વેના જન્મમાં... ભવોમાં ધર્મપુરુષાર્થ કર્યો હશે.. એ કર્મપુરુષાર્થથી પુણ્યકર્મો બંધાયાં હશે, એ પુણ્યકર્મો આ ભવમાં ફળી રહ્યાં હશે ને! પુણ્યથી જ સુખ મળે – એ સિદ્ધાંત સાચી છે ને હું માનું છું. દરેક ધર્મો માને છે. પુણ્યકર્મ બંધાય છે ધર્મથી જ! મનથી, વચનથી અને કાયાથી કરેલા ધર્મ પુણ્યકર્મોનો સંચય કરાવે છે.
મેં પૂર્વજમોમાં જીવો પ્રત્યે દયા-કરુણા કરી હશે. કોઈ જીવોને હણ્યા નહીં હોય, દુભવ્યા નહીં હોય, દુ:ખી નહીં કર્યા હોય! હું અસત્ય બોલી નહીં હોઉં... કડવાં વચન નહીં કહ્યાં હોય, સાચું અને હિતકારી બોલી હોઈશ. ચોરી નહીં કરી હોય.. દુરાચાર નહીં સેવ્યા હોય... સુપાત્રદાન દીધું હશે, અનુકંપા કરી હશે... શીલ ધર્મનું પાલન કર્યું હશે. નાની-મોટી તપશ્ચર્યા કરી હરો! ગુરુજનોનો વિનય કર્યો હશે. ગ્લાન-રુણ જનોની સેવા કરી હશે... માતા-પિતા અને વૃદ્ધજનોનો આદર કર્યો હશે.” પરમાત્માની ભકિત કરી હશે. તીર્થોની યાત્રાઓ કરી હશે. આવો બધો ધર્મપુરુષાર્થ જરૂર કર્યો હશે! તો જ મને જન્મથી માંડીને આજ યૌવનના ઉબરે પગ મૂકતાં સુધીમાં સુખ જ સુખ મળ્યું છે!
રૂપ, સૌંદર્ય અને લાલિત્ય મળ્યું છે!
સુસ્વર, સૌભાગ્ય અને યશ મળ્યો છે! ( શ્રેષ્ઠ ધર્મ, સાચા ગુરુ અને વિશુદ્ધ પરમાત્મતત્ત્વ મળ્યું છે! મારા વિચારોની અવિરત ધારા વહી રહી હતી અને મારી સખી બોલી ઊઠી:
મયણા, ક્યારની તું શું વિચારી રહી છે? ક્યારનાં આપણે બંને મૌન બેસી રહ્યાં છીએ! અંધારું ઊતરી આવ્યું છે. હવે ઊઠીએ અહીંથી... મહેલ તરફ જઈએ.”
હું જાણે સ્વપ્નમાંથી જાગી... લલિતા સામે જોઈ રહી... તરત જ ઊભી થઈ. લલિતાનો હાથ પકડીને કહ્યું :
ચાલ, આપણે મહેલમાં જઈએ!” અમે બંને માનપણે ચાલતી રાજમહેલમાં પહોંચી.
હું લલિતાને વિદાય કરી મારી માતાના શયનખંડમાં ચાલી ગઈ. મારી મા રાણી રૂપસુંદરી ઊંચી છે, સશક્ત છે અને સુકેશી છે! ઊગતા અરુણની
અયો
પ૩
For Private And Personal Use Only