________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ મંદિરમાં નૃત્ય કરવાની જગા જ ન હતી! સમગ્ર મંદિર અને બહારનો પરિસર લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.
આરતી પૂર્ણ થઈ. મહારાજા મંદિરની બહાર આવ્યા અને જ્યાં આચાર્યદવ મુનિચન્દ્રસૂરિ બિરાજમાન હતા ત્યાં ગયા. પ્રજાએ ગુરુદેવનો જયજયકાર કર્યો. મહારાજાએ ગુરુદેવનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. ગુરુદેવે માથે હાથ મૂકીને “ધર્મલાભના આશીર્વાદ આપ્યા.
બંને રાણીઓ, અમે બે રાજકુમારીઓ, મહામાય, મંત્રીમંડળ, નગર-શ્રેષ્ઠીઓ, સામંત રાજાઓ અને હજારો પ્રજાજનો સુવ્રત-ઉદ્યાનમાં બેસી ગયાં. ગુરુદેવે એક ઘટિકાપર્યત ધર્મોપદેશ આપ્યો. સભાનું વિસર્જન થયું. રાજપરિવાર બેસી રહ્યો. મહારાજાએ ગદ્ગદ્ સ્વરે કહ્યું :
ગુરુદેવ! આપનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. આપે મારા પર ને મારા પરિવાર પર પરમ કૃપા કરી!”
રાજનું! તમે તો પ્રજાના આધાર છો! ધર્મના પણ આધાર છો. સાધુ-સંતોના આપ ભક્ત છે. આપની રક્ષા કરવી એ અમારું કર્તવ્ય છે.”
ગુરુદેવ, મારા યોગ્ય કાર્યસેવાની આજ્ઞા પ્રદાન કરો.” રાજેશ્વર! તમારા રાજ્યમાં પ્રજા આનંદથી જીવે છે. દરેક ધર્માવલંબી નિર્વિઘ્નપણે પોત-પોતાના ધર્મનું પાલન કરે છે... કહો, આનાથી વિશેષ શું જોઈએ?” તે છતાં કોઈ વિશિષ્ટ કર્તવ્ય જ્ઞાતવ્ય હોય..” એક કામ કરવું જોઈએ.” આજ્ઞા કરો, ભંતે!” ‘હિંસક યજ્ઞો બંધ કરાવવા જોઈએ.” મહારાજાએ મહામાત્ય સામે જોયું. મહામાત્યે ઊભા થઈ કહ્યું : ભગવંત! માલવદેશમાં જાહેરમાં કોઈ હિંસક યજ્ઞ નહીં થાય, એની હું ખાતરી આપું છું.”
બહુ સંતોષ થયો, ભદ્ર! જીવોને અભયદાન આપવાથી પ્રજાનું પુણ્ય વધશે.”
મહારાજા ઊભા થયા. ગુરુદેવને વંદન કરી સહુ મહેલ તરફ રવાના થયાં. હું ત્યાં જ એક તરફ ઊભી રહી ગઈ. મારી માતાને
પ૦
અચણા
For Private And Personal Use Only