________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બીજા દિવસે સવારે રાજમહેલના વિશાળ પ્રાંગણમાં વાજિંત્રો વાગવા માંડ્યાં હતાં. રાજપુરુષો અને નગરશ્રેષ્ઠીઓ રાજમહેલમાં આવી રહ્યા હતા. રથ, પાલખી અને અશ્વો શણગારાઈ રહ્યાં હતાં. યુવાન કન્યાઓ સુંદર વસ્ત્રો પહેરી ગીત ગાઇ રહી હતી. સર્વત્ર હર્ષ હિલોળે ચઢ્યાં હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરમાં જાહેર થયું હતું કે મહારાજાનો દૈવી ઉપદ્રવ દૂર થયો છે. જૈનાચાર્ય મુનિચન્દ્રસૂરિના પરમ પ્રભાવથી, તેઓની અપૂર્વ મંત્રશક્તિથી મહારાજા ઉપદ્રવ-મુક્ત થયા છે.
સમગ્ર રાજપરિવાર સાથે, શ્રેષ્ઠીગણ સાથે અને સામંત રાજાઓ સાથે, હાથી, ૨થ, ઘોડા અને પાલખી સાથે મહારાજા ભગવાન ઋષભદેવ-પ્રસાદમાં અને પછી ગુરુદેવ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિનાં દર્શન માટે પધારી રહ્યા હતા. ઉજ્જયિનીના રાજમાર્ગો પર સુગંધી જલનો છંટકાવ થઈ રહ્યો હતો. ઠેર ઠેર સુંદર તોરણો બંધાઈ રહ્યાં હતાં. લોકોના મુખે જૈન ધર્મની પ્રશંસા થઈ રહી હતી. આચાર્ય મુનિચન્દ્રસૂરિનાં ગુણગાન ગવાઈ રહ્યાં હતાં.
બીજી બાજુ શૈવમઠમાં સન્નાટો છવાઈ ગયો હતો. મઠમાં ઉદાસીનતા ઘેરાઈ આવી હતી. શૈવધર્મીઓનાં મોઢાં કાળાં પડી ગયાં હતાં. જાણે કે તેમનાથી જૈન ધર્મનાં ઉત્કર્ષ સહન નહોતો થતો. તેથી તેઓ મૌન હતા. વાતાવરણ અને રાજમહેલ જૈન ધર્મથી પ્રભાવિત હતાં. મહારાણી સૌભાગ્યસુંદરી પણ મહારાજાની સાથે રથમાં બેસી ગયાં હતાં. સુરસુંદરી મારી સાથે રથમાં બેઠી હતી. આજે પહેલી જ વાર એ રાણી અને રાજકુમારી ઋષભપ્રાસાદમાં આવી રહી હતી. પહેલી જવાર ગુરુદેવ મુનિચન્દ્રસૂરિનાં દર્શને આવી રહી હતી.
શોભાયાત્રા ઉજ્જયિનીના રાજમાર્ગો પર થઈને ઋષભપ્રાસાદે પહોંચી. મહારાજા વગેરે સમગ્ર રાજપરિવાર પ્રાસાદમાં પ્રવેશ્યો. પંડિત સુબુદ્ધિ મહારાજાની પાસે આવી.નં ઊભા. તેમણે પરમાત્માની સ્તુતિપ્રાર્થના કરી-કરાવી. ફળ, પુષ્પ, નૈવેદ્ય, ધૃપ વગેરે મહારાજા પાસે સમર્પણ કરાવીને પછી પાંચ દીપ પ્રગટાવી આરતી કરાવી.
ચણા
મારા હૃદયમાં આનંદનો ઉદધિ ઘૂઘવતાં હતાં. મારા પગમાં ઝણઝણાટી વ્યાપી ગઈ હતી. નૃત્ય કરવા મન થનગની ઊઠ્યું હતું.
For Private And Personal Use Only
F