________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારો? મહારાજાને મુક્ત કરવા છે કે નહીં?”
રોતી-કકળતી ડાકણોએ કહ્યું : “હે મુનિરાજ! અમને ક્ષમા કરો. અમે તમારા ભક્ત રાજાને છોડી દઈએ છીએ. પરંતુ પહેલાં અમને મુક્ત કરો.'
ના રે ના, તમે મને છેતરી ના શકો. તમારા જેવી ડાકણો પર હું વિશ્વાસ ન કરે. પહેલાં મહારાજાને મુક્ત કરો. તમને આટલું દુઃખ થાય છે તો મહારાજાને કેટલું દુઃખ થતું હશે? હજુ માની જાઓ. નહિતર નરકની વેદના અહીં જ સહેવી પડશે. જમીન પર માથાં પછાડી-પછાડીને મરી જશો!'
મુનિવર! અમારી વેદનાનો પાર નથી. અમે મહારાજાને મુક્ત કરીએ છીએ. હવે અમે પશુનું બલિદાન નહીં માંગીએ. આ આચાર્યદેવનું શરણ લઈએ છીએ. કૃપા કરી અમને મુક્ત કરો.'
અરે ડાકણો! તમારે આવા પરોપકારી પુરુષનું રક્ષણ કરવું જોઈએ કે ભક્ષણ? તમે જૈન ધર્મના દયાધર્મને માન. ગુરુદેવની સેવા કરો. જાઓ, તમે મુક્ત છો!'
બધી દેવીઓ આચાર્યદેવના પગે પડી. તપતીદેવીએ પણ આચાર્યના પગે પડી જૈન ધર્મ સ્વીકાર્યો. બધી દેવીઓ પોતપોતાના સ્થાને ચાલી
ગઈ.
ત્યાં રાજમહેલમાંથી સમાચાર આવી ગયા. મહામાત્ય સોમદેવ સ્વયં આવ્યા અને કહ્યું : “ગુરુદેવ! મહારાજા સ્વસ્થ બન્યા છે. તેમની વિક્ષિપ્તતા દૂર થઈ છે. તેમની વેદના શાંત થઈ ગઈ છે.'
સિદ્ધેશ્વર મુનિએ જયરાજને કહ્યું : “જયરાજ! હવે બધાં ફળ અને નેવંઘ તપતીદેવીને ધરાવી દે.'
જયદેવ દેવીની આગળ થાળ મૂકી દીધો. ગુરુદેવે કહ્યું : “આપણે અહીંથી સીધા સુવ્રત-ઉદ્યાનમાં જવાનું છે.' ત્રણેય ઉદ્યાનમાં પાછા આવ્યા. જયરાજે સિદ્ધેશ્વર મુનિને કહ્યું : ગુરુદેવ! મને તમારો શિષ્ય બનાવી ને આવી મંત્ર-વિદ્યાઓ મને આપો.. હું પણ આવાં પરોપકારનાં કામ કરી શકું! ગુરુદેવે તેને આશીર્વાદ આપ્યા, તે પોતાના ઘેર ગયો.
૪૮
માણ
For Private And Personal Use Only