________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મોટેથી હૂ... ... હું... કરતો હુંકાર કર્યો. આખું મંદિર ધ્રુજવા લાગ્યું. બીજા હુંકાર કર્યો અને મંદિરની બધી દેવીઓ ખંભિત થઈ ગઈ. જાણે ચિત્રમાં ચીતરેલી ન હોય!
મુનિએ ત્રીજો હુંકાર કર્યો. હુંકાર થતાંની સાથે જ તપતીદેવી ભયભીત થઈને ઊછળી! ઊછળીને સીધી આચાર્યને પગમાં પડી. થરથર ધ્રુજતી દેવી બે હાથ જોડી આજીજી કરવા લાગી : “હું આપનાં ચરણોની દાસી છું. આપ કહો તે કરવા તૈયાર છું.”
સિદ્ધેશ્વર મુનિએ કહ્યું : “મહારાજા પ્રજાપાલને તેં સંમોહિત કર્યા છે. અર્ધવિક્ષિપ્ત કર્યા છે, તેમને મુક્ત કર અને સૂરિદેવની સેવા કર.”
દેવી બોલી : “મુનિરાજ, રાજાના શરીરના ભીતરથી ટુકડા કરવામાં આવ્યા છે, હવે છોડવાનું શું પ્રયોજન છે? તેઓ જીવી નહીં શકે.”
મુનિરાજે કહ્યું : “દેવી, આ તારી ચાલબાજી છે. તારી ચાલબાજી હું જાણું છું. તું જ્યાં સુધી મહારાજાને તારા સકંજામાંથી નહીં છોડે ત્યાં સુધી હું તને નહીં છોડું.' દેવી ગભરાઈ ગઈ. એને લાગ્યું કે લોખંડની સાંકળથી બંધાઈ ગઈ છે અને તેને કોઈ કરવતથી કાપતું હોય, એવી ઘોર પીડા થવા લાગી. તે ચીસ પાડવા લાગી.
ત્યાં સિદ્ધેશ્વરે સિંહનાદ કર્યો, ધરતી ધ્રુજી ઊઠી. આખું નગર જાગી ગયું. “શું થયું? શું થયું?' બોલતાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા, સહુ ગભરાઈ ગયાં.
મહારાજાને વળગેલી તપતીચંતરીની ડાકણો-શાકણો પણ ડરી ગઈ. તે બધી દોડીને તપતીદેવીની પાસે આવી. ત્યાં આવતાં જ સિદ્ધેશ્વરે તે બધી ડાકણ-શાકણોને મંત્રશક્તિથી બાંધી દીધી. ત્યાંથી જરાય ખસી ના શકે એ રીતે જમીન સાથે ચોંટાડી દીધી. સિદ્ધેશ્વરે કહ્યું :
‘રે દુષ્ટાઓ! મહારાજાને સતાવવાનું બંધ કરી, નહિતર હું તમને છોડીશ નહીં.”
ડાકણોના શરીરમાં એકસાથે હજાર-હજાર ભાલા ભોંકાતા હોય, તેવી ઘોર વેદના થવા લાગી. તેમની આંખો ભયથી વ્યાકુળ થઈ ગઈ. સિદ્ધેશ્વરના ભયથી થરથર કંપવા લાગી. સિદ્ધેશ્વરે ગર્જના કરતાં પૂછ્યું : “બોલો ડાકણો! શું વિચાર છે
મયણા
For Private And Personal Use Only