________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચકલાઓનું ટોળું અને અતિ કર્કશ અવાજ! ગુરુદેવ આદિ ત્રણેયને એ ટોળાએ ઘેરી લીધા. તુર્ત જ સિદ્ધેશ્વર મુનિએ જયરાજને કહ્યું : ‘બલિ-બાકળા ઉછાળ!' જયરાજે બે મુઠ્ઠી ભરીને બાકળા ઉછાળ્યા. ચકલાઓનું ટોળું અદૃશ્ય થઈ ગયું.
આગળ ચાલ્યા. થોડુંક ચાલ્યા અને હૂકું હૂક્... કરતા પીળા મોઢાવાળા વાંદરાઓનું ટોળું સામે મળ્યું. વાંદારાઓ ઘેરી વળે એ પહેલાં જ સિદ્ધેશ્વરે જયરાજને કહ્યું : ‘જયરાજ! મારા હાથમાં ચોખા આપ.' જયરાજે ચોખા આપ્યા. સિદ્ધેશ્વરે એ ચોખા અભિમંત્રિત કરીને વાંદરાઓ ઉપર ફેંક્યા. વાંદરાઓ અદૃશ્ય થઈ ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે તેઓ તપતીદેવીના મંદિર તરફ ઝડપથી ચાલ્યા. મંદિર થોડુંક જ દૂર હતું, ત્યાં મોટા યમરાજ જેવા બિલાડાઓનું જંગી ટોળું સામે આવતું જોયું. સિદ્ધેશ્વરે જયરાજને કહ્યું : ‘જયરાજ, લાલ રંગનાં ફૂલો આ બિલાડાઓ સામે ફેંક્!' જયરાજે ફેંક્યાં ને બિલાડાઓ જાણે હવામાં ઓગળી ગયા!
ત્રણેય જણા દેવીના મંદિરની સામે આવીને ઊભા. આચાર્યદેવે મંદિરના તોરણ આગળ ઊભા રહી ‘સૂરિમંત્ર'નું ધ્યાન કર્યું.
સિદ્ધેશ્વર મુનિ બોલ્યા : ‘હૈ તપતીદેવી! મોટામોટા અસુરો જેમના પગની રજ પોતાના માથે ચઢાવે છે તે આ મુનિચન્દ્રસૂરિનો આદરસત્કાર કર. તારા મહાન પુણ્યનો ઉદય છે કે આવા લોકોત્તર પુરુષ તારા અતિથિ બન્યા છે!'
ત્યાં અદૃશ્ય રહેલી વ્યંતરદેવીનું અટ્ટહાસ્ય સંભળાયું. ધરતી ધ્રૂજી ઊઠી. મંદિર ધણધણી ઊઠ્યું. પરંતુ ગુરુ-શિષ્યનું એક રુંવાડુંય ના ફરક્યું. જયરાજ પણ અડીખમ ઊભો હતો.
૪૬
દેવી પ્રગટ થઈ. રૌદ્ર-ભયંકર રૂપ કર્યું. લાંબી લાંબી જીભ કાઢી આચાર્યની સમક્ષ ચાળા પાડવા લાગી. આચાર્યદેવ તો ધ્યાનમાં લીન હતા પણ સિદ્ધેશ્વરે ત્રાડ પાડીને કહ્યું : ‘રે દુષ્ટ દેવી! તું મારા ગુરુદેવનું અપમાન કરે છે? મારી શક્તિની શું તને ખબર નથી? હું તને શાંતિથી સમજાવું છું એટલે તું આ બધા ચાળા કરે છે? શું તું
અમને ડરાવે છે? તો હવે જોઈ લે મારો ચમત્કાર!'
સિદ્ધેશ્વર મુનિએ બે પગ પહોળા કર્યા. બે હાથ કમર પર ટેકવ્યા.
For Private And Personal Use Only
શમણા