________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી ઇચ્છા મુજબ જ કરવાના છે! આપ સંમત થશો ને?
મેં કશો ય નિર્ણય કર્યો નથી. પણ લગ્ન એ કેવું મોટું સાહસ છે!' ‘પરંતુ ભૂત! અરિદમનમાં કશી ય ખામી દેખાતી નથી.'
તે તર્કવાન છે, બુદ્ધિમાન ને બલિષ્ઠ છે; પરંતુ સંનિષ્ઠ કેટલો છે, તેની મને જાણ નથી.'
ઋષિના આ શબ્દો સાંભળતાં સુરસુંદરીના ચહેરા પરની બધી જ રંગપ્રભા ઓલવાઈ ગઈ, જાણે ઉદયોમુખ રક્ત સૂર્યનું કાળી વાદળીએ ગ્રહણ કર્યું.
“આપણે વળી આ અંગે વિચારીશું!' ઋષિએ સુરસુંદરીનો વાસ થાબડતાં કહ્યું. તેઓ ધીમે પગલે ચાલ્યા ગયા. સુંદરી ક્યાંય સુધી આંબાની ડાળ પકડીને ઊભી રહી. પૂરપાટ જતા અશ્વની લગામ ખેંચાય ને બેસનારની દશા થાય તેવી સુરસુંદરીની થઈ. તે તો મધુર સ્વપ્નોમાં વિહરતી હતી. રંગબેરંગી કલ્પનાચિત્રો તે ભાવિના ફલક પર આંકી રહી હતી પણ અઘોરાનંદજીના શબ્દોથી તેનું મન ઉદાસ થઈ ગયું. ખભા પરથી ફૂલોની ટોપલી નીચે સરી પડી. ફૂલો વેરાયાં.
આ તો દેવાર્શન માટેનાં ફૂલો હતાં! શંકાકુલ બનીને સુંદરી ફૂલ વીણવા માંડી. તેને થયું કે તેનું જીવતર આમ જ વેરાઈ જવાનું છે, તેનો તો આ દુર્દેવી સંકેત નહોતો? ઘડીભર તે ધ્રુજી ઊઠી. પણ પછી સ્વસ્થ થઈ સ્વગત બોલી : “મેં આ કંઈ અનીતિ કરી નથી, દુર્દેવ શાનું પ્રગટે ? સ્વામીએ કામ કઠણ છે, એટલું જ કહ્યું છે. કામ ખોટું છે, તેમ ક્યાં કહ્યું છે? મારી માતાને સમજાવવામાં વાર નહીં લાગે. આમ તો અરિદમન વિનયની મૂર્તિ છે. તે સાત ભવ સુધી પણ મારી રાહ જોશે ને હું તો ભવોભવ રાહ જઈશ.' તે નવાં ફૂલ વીણવા લાગી.
તેની કલ્પનામાં તો અરિદમનના માંસલ બાહુઓ, તેનું ગંધમાદનના શિખરસમું મસ્તક, તેનો શાલવૃક્ષના પાટિયા સમો વાંસો. આ બધું દેખાતું હતું. તેનું મન જાણે મેઘધનુષ્યના રંગે રંગાતું જતું હતું. આજુબાજુની સૃષ્ટિ પર જાણે એના નવરંગની બિછાત બિછાવતી હતી.
મયમાં
For Private And Personal Use Only