________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમશે ખરો? નાના રાજ્યના નાના રાજાનો આ કુમાર છે! માલવપતિની દુહિતા તો રાજગૃહી કે વૈશાલી... શ્રાવસ્તિ જેવાના રાજમહેલોમાં શોભે! ખેર, શું થાય? યૌવન છે ને! અને યુવાનોનો સંસર્ગ થોડો તો ફળે ને?'
સ્નાન કરતાં કરતાં સ્વામીએ આવા વિચારો કર્યા. સંધ્યા કરી, પરવારી એમણે સુરસુંદરીના ખબર કઢાવ્યા તો સમાચાર આવ્યા કે તે પછવાડેના ઉપવનમાં ગઈ છે. સ્વામી ચાખડી પહેરી તે તરફ ચાલ્યા. તાડ ને નાળિયેરીનાં પાનથી છાયેલા ગોગૃહની પછવાડે આમ્રકુંજમાં એક આંબાના મોરને સુરસુંદરી ચૂંટતી હતી. ચૂંટતાં ચૂંટતાં મોરને સુંઘતી જતી. તેની વેણીમાં પણ મોરની સિંદૂરિયા વર્ણની કલગી હતી. તેમાંથી ઝરેલા નાના નાના રજકણો પીળાં મોતીની રજ જેવા તેની ફૂલગુલાબી ગરદન પર પથરાયા હતા. સુંદરીએ ઉત્તરીયનો છેડો કેડે વીંટાળ્યો હતો. ખભે વાંસની ફૂલભરેલી ટોપલી હતી. મોર ચૂંટતી એ કંઈક ગણગણતી હતી. સ્વામી વાત્સલ્યથી સુંદરીને જોઈ રહ્યા. બબડ્યા : “આનામાં કશું અપવિત્ર છે જ નહીં.”
સુંદરી!” સ્વામી છેટેથી બોલ્યા. આવી, પ્રભો!” કહેતી સુંદરી હસતી હસતી સ્વામી પાસે આવી. તારે કોઈ વાત કરવાની છે, એમ માધવી કહેતી હતી.” સુંદરીના બંને ગાલ પર સહેજ રતાશ આવી, અંબોડામાં ખોસેલી મંજરી પર ભમતી મધમાખીને ઉડાડતી સહેજ મરકીને લજ્જાસહ બોલી : “હું આપને આજે જ કહેવાની હતી કે હું અરિદમનની સાથે.' આગળ તે લજ્જાથી બોલી નહીં.
જોડાવા માગે છે ને?” “હા, ભંતે! ‘અરિદમન બુદ્ધિમાન છે, બલિષ્ઠ છે, પણ તે તારી માતાને વાત કરી છે?' ભંતે, આપની સંમતિ મેળવીને તેને કહેવાની હતી.'
સ્વામીએ હસીને કહ્યું : “એટલે તને એ ખ્યાલ છે ને કે કામ કઠણ છે?' સુંદરી મુક્ત રીતે હસીને બોલી : “એ તો છે જ. પણ મારી માતાએ આપ જે ઇચ્છો તેમાં કોઈ દિવસે ના પાડી છે?” ‘પણ તારી આ છેવટની પસંદગી છે?” આપની અને મારી માતાની સંમતિ પર નિર્ભર રાખ્યું છે. મારા પિતા તો
મયણા
For Private And Personal Use Only