________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયંકર હતો કે તેની હઠવૃત્તિ સૌ વીસરી જતાં.
તે આવી, સ્વામી પાસે ઓટલા પર બેસી ગઈ. લાગલી જ બોલી : “પિતાજી, તમે જોયું? સુરસુંદરી.. અરિદમન સાથે..”
એ પૂરું કરે તે પહેલાં જ કુલપતિ કહે : “તને કોણે કહ્યું?” માધવી કોઈ ગુપ્ત ખજાનો પ્રગટ કરતી હોય તેમ આંખો પહોળી કરી ધીરા સાદે બોલી: કાલે રાત્રે વંદનૃત્ય પૂરું થયું તે પછી હું સુરસુંદરીને શોધતી શોધતી આવતી હતી ત્યાં મેં પેલી નવમલ્લિકાના મંડપમાં બંનેને અડોઅડ ઊભેલાં જોયાં.'
વળી વધારે ધીરા અવાજે પણ ખૂબ ઉત્સાહથી બોલી : “ને પિતાજી! તેઓ વળી આલિંગતા હતા!'
સ્વામી નીચી નજરે કપોતોને ચણાવતા હતા. તેમણે ઊંચું જોયું. માધવીના રમતિયાળ ચહેરા પર તોફાન ચમકતું હતું.
પકડાઈ ગયા એટલે રાજકુમાર મને કહે : “તું સ્વામીને ન કહેતી. હું જ કહેવાનો છું. અમે પરણવા માંગીએ છીએ! સ્વામી પછી મહારાજાને ભલામણ કરશે.' “તેં કંઈ રાજકુમારીને કહ્યું ન હતું ને?”
કેમ ન કહું? ચોરી કરતાં પકડાયાં એટલે કહેવું તો પડે જ ને!' કહી એ ખિલખિલાટ હસવા માંડી.
સુરસુંદરી માધવી કરતાં પાંચ વર્ષે મોટી, ઊંચી, ઉજ્વલ, સ્વચછ અને સરલ હૃદયની રાજકુમારી છે. આશ્રમમાં એ સૌને મદદ કરતી, સૌને વહાલ કરતી, સૌને આશ્વાસનના બે શબ્દો કહેવા એ તત્પર રહેતી. તે ખરેખર વાત્સલ્યઝરણી છે.
મહારાણી સૌભાગ્યસુંદરીને સ્વામી અઘોરાનંદજી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો અને ખાનગીમાં કહી પણ રાખેલું કે સુરસુંદરી માટે યોગ્ય રાજ કુમાર શોધવો. એટલે જ્યારે માધવીએ વાત કરી ત્યારે સ્વામી વિચારમાં ડૂબી ગયા. “રાજકુમારીને છેવટે અરિદમન ગમ્યો એ સારો યુવક છે. શીલવાન માતાનો પુત્ર છે, બલિષ્ઠ છે, બુદ્ધિશાળી છે. વાંધા જેવું તો નથી... તે છતાં
ક્યાં રાજકુમારી.. મંજરીપુષ્પ-પ્રફુલ્લ શોભાયમાન દેવદારૂના નવવૃક્ષ સમી ઊંચી, સદા નીરા સમી સુગંભીર ને યજ્ઞનુ સમી વત્સલ મારી રાજદુહિતા... ને ક્યાં અરિદમન? એ બંનેને કેમ સરખાવાય? વળી, રાજરાણીને આ સંબંધ
૩૬
મયના
For Private And Personal Use Only