________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી ઇચ્છા આ મઠ જોવાની હતી અને આજે મહારાજા સપરિવાર પધારવાના હતા એટલે હું પણ આવી!' આવવાનું કારણ બતાવ્યું. મારી બહેન સુરસુંદરી પાસે જ બેઠી હતી, તે બોલી :
‘ભંતે, મારી આ બહેન તો જિનમતમાં શ્રદ્ધા ધરાવે છે એટલે રોજ સુવ્રતઉદ્યાનમાં જાય છે. ભગવાન ત્રકષભદેવનાં દર્શન-પૂજન કરે છે અને આચાર્ય મુનિચન્દ્રનો ઉપદેશ સાંભળે છે!'
મારે મારી માન્યતા ન કહેવી પડી! સૂરસુંદરીએ વાત કરી દીધી. અઘોરાનંદજી મારી સામે જોઈ રહ્યા. ત્યાં પિતાજી બોલ્યા :
“આચાર્યશ્રી મુનિચન્દ્ર પણ મહાન જ્ઞાની અને સિદ્ધપુરુષ છે... તેઓ પણ મોક્ષમાર્ગનો જ ઉપદેશ આપે છે!”
મારી બંને માતાઓ મૌન હતી. બંને જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને બેઠી હતી. મહારાજાની ઉપસ્થિતિમાં મારી માતા લગભગ મોન રહેતી હતી પણ સુરસુંદરી બોલકણી હતી. વળી તે આ આશ્રમમાં અવાર-નવાર આવતી-જતી રહેતી હતી. તેનું કારણ એને શૈવ ધર્મ ગમતો હતો અને જૈન ધર્મ નહોતો ગમતો, એવી વાત ન હતી. ખરું કહું તો સુરસુંદરીને કોઈ ધર્મ ગમતો ન હતો! એ આશ્રમમાં બીજા પ્રયોજનથી આવતી હતી.
કુરુદેશમાં શંખપુરી એની રાજધાની હતી. તેનો રાજા હતો દમિતારી. એ દમિતારી માલવપતિને આધીન હતો. માલવપતિ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો એટલે અવારનવાર તે ઉજ્જયિની આવતો, તેની સાથે તેનો રાજકુમાર અરિદમન પણ આવતો હતો. અરિદમન રૂપવાન હતો. બળવાન હતો. આકર્ષક હતો. સુરસુંદરી એના તરફ આકર્ષાઈ હતી. અરિદમન ઉજ્જયિનીમાં આવતો ત્યારે તે શૈવમઠમાં જ વધુ સમય પસાર કરતો. એ અઘોરાનંદજીને પણ પ્રિય હતો. આશ્રમના તાપસો રાજકુમારને માન આપતા હતા. ઋષિકન્યાઓ પણ તેની સાથે હસતી-રમતી હતી.
પંદરેક વર્ષની અસ્કુટ કળી સમી સુકોમળ કન્યા અઘોરાનંદજી પાસે આવી. તેનો રંગ પાછલા શ્રાવણનાં વાદળાં જેવો આછો શામળો હતો. આંખો મૃગબાળ જેવી ચંચળ, નાચતી ને પ્રમાણમાં મોટી હતી. સ્વામીની એ નાની દીકરી હતી. આ લાડકી, મિજાજી ને ચંચળ છોકરીની હઠ આગળ આશ્રમમાં સૌને નમવું પડતું! પણ તેની નિર્દોષતા ને નૃત્યકળા બને એવાં
મયણા
૩૫
For Private And Personal Use Only