________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ꮽ
માલવસમ્રાટ પ્રજાપાલ અચાનક જ અર્ધવિક્ષિપ્ત થઈ ગયા હતા, તેઓ રાજમહેલમાં જ રહેતા હતા. રાજસભાનું કામ મહામંત્રી સોમદેવ સંભાળતા હતા. લગભગ એક મહિનાથી મહારાજા મહેલની બહાર નહોતા આવ્યા. રાજદરબાર ભરતા ન હતા. મોટા ભાગે રાતોની રાતો તેઓ નગ્ન અવસ્થામાં ખુલ્લી તલવાર હાથમાં લઈ એકલા એકલા મહેલના ખંડોમાં ફર્યા કરતા હતા. રાજસેવકો ગભરાઈ ગયા હતા. કોઈ પણ વ્યક્તિ મહારાજાની આજ્ઞા વિના એમની સામે જવાનું સાહસ નહોતી કરી શકતી. પરંતુ છેવટે રાજ્યના વયોવૃદ્ધ મહામંત્રી વિષ્ણુધરે એમની સામે જઈને અભિવાદન કર્યું.
મહારાજાએ ખડ્ગ ઊંચું કરી મોટા સ્વરે કહ્યું : ‘તું ચોર છે. અહીં કેમ આવ્યો?'
,
વિષ્ણુધરે પોતાની મંત્રીમુદ્રા મહારાજાના હાથમાં મૂકીને કહ્યું : ‘મહારાજાનો જય હો. આપ મહેલના ગુપ્ત મંત્રણાગૃહમાં પધારો. ત્યાં એક મહા તેજસ્વી સંન્યાસી આપને મળવા બેઠા છે.' વિષ્ણુધરે મહારાજાનો હાથ પકડ્યો ને તેમને ગુપ્ત મંત્રણાગૃહમાં લઈ ગયા. ત્યાં ત્રણ કાપાલિકો બેઠા હતા. પાખંડ, અખંડ અને પ્રચંડ,
માણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખંડે મહારાજાની દૃષ્ટિ સાથે દૃષ્ટિ મેળવી... થોડી ક્ષણો ત્રાટક કર્યું. મહારાજાનો ઉન્માદ કંઈક શાંત થયો. અખંડે વિષ્ણુધરને સંબોધીને કહ્યું : ‘મહામંત્રી! આ એક ક્ષુદ્ર વ્યંતરીનો ઉપદ્રવ છે. એ વ્યંતરીએ મહારાજાને અર્ધવિક્ષિપ્ત કરી દીધા છે.'
‘ભંતે, એ માટે શું કરવું જોઈએ?'
‘યજ્ઞ કરવો પડશે... બિલ આપવો પડશે એ વ્યંતરીને, ત્યારે અ મહારાજાને છોડીને જશે.'
‘કેવો યજ્ઞ, ભંતે?’
‘મહામંત્રી! અગ્નિહોમમાં નિરંતર ધૃતધારા કરવી પડશે. ઘીના સેંકડો
For Private And Personal Use Only
૩૯