________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ દિવસ નહીં અને આજે શૈવપંથી સાધુ ભિક્ષા લેવા અમારા ઘરે આવી ગયા. મારી સાસુએ સાધુને ભિક્ષા આપી, સાધુ ચાલ્યા ગયા પછી મારી સાસુએ મને પૂછયું : “ભદ્ર, આ સાધુ જૈન સાધુ ન હતા... એમણે તો ગેરુવા રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને હાથમાં કમંડલ હતું.'
‘ભગવતી! એ શૈવમતના સાધુ હતા. અહીં નગરની પૂર્વ દિશામાં શૈવમતનો આશ્રમ છે. માલવપતિએ જ આશ્રમ માટે બાર એકર જેટલી જગા ભેટ આપેલી છે. ત્યાં યોગી અઘોરાનંદ આશ્રમના કુલપતિ છે, તેઓ જ આચાર્ય છે. તેમને “મહાકાશ્યપ' કહેવામાં આવે છે.”
માતાજી! મેં આપને કહ્યું હતું કે મહારાણી સૌભાગ્યસુંદરી અને એમની પુત્રી સુરસુંદરી શૈવમતમાં શ્રદ્ધા ધરાવે છે, એટલે તેઓ અવાર-નવાર શૈવમઠમાં જતાં-આવતાં રહે છે. તેમનાં કેટલાંક સ્નેહીં-સંબંધી પણ શૈવમતમાં માને છે.”
ભદ્ર! તું ક્યારેય એ મઠમાં ગઈ છો?
હા, ભગવતી! એક વખતે મહારાજાની સાથે અમે સહુ આખો રાજપરિવાર મઠમાં ગયાં હતાં. ક્ષિપ્રા નદીના કિનારે ઘણા તાપસી તપ કરતા હતા, નદીકિનારે દૂરદૂર સુધી એ તાપસોની ઘાસ કુટિરો દેખાતી હતી. તેનાં છાપરાંઓમાંથી અગ્નિહોમનો ધુમાડો નીકળ્યા કરતો હતો. એ તાપસો વિવિધ વૈદિક સંપ્રદાયોમાં શ્રદ્ધા રાખતા હતા અને પોત-પોતાના શિષ્યોના સમૂહ સાથે ત્યાં રહેતા હતા.
એમાંના અનેક તાપસ નગરમાં ભિક્ષા લેવા જતા. પોતાના આશ્રમોમાં પશુપાલન કરતા અને શ્રદ્ધાવાન ભક્તો પાસેથી ખૂબ દાન લઈને સારી રીતે રહેતા હતા... એશઆરામની જિંદગી જીવતા હતા. જ્યારે કેટલાક તાપસો કઠોર વ્રત-તપ પણ કરતા હતા. કોઈ કોઈ તપસ્વી “કચ્છ ચાન્દ્રાયણ' તપ કરતા. અર્થાત્ ચંદ્ર જેમ ઘટે તેમ તેઓ ભોજન ઘટાડતા અને ચન્દ્ર વધે એટલે ભોજન એક-એક ગ્રાસ વધારતા. આ રીતે અમાસના દિવસે ઉપવાસ
મયુમા
For Private And Personal Use Only