________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કરતા. પછી એક-એક દિવસ એક-એક ગ્રાસ આહાર વધારતા જતા. પૂનમે પંદર ગ્રાસ ભોજન કરતા. પછી એક-એક ગ્રાસ ઘટાડતા જતા.
કેટલાક તપસ્વી માત્ર દૂધનો જ આહાર લેતા. કેટલાક એક પગ ઉપર ઊભા રહેતા. કેટલાક વૃક્ષોની ડાળીઓ ઉપર ઊંધા લટકતા. કેટલાક ગળા સુધી પાણીમાં ઊભા રહીને ધ્યાન કરતા. કેટલાક કાંટાઓની શય્યા પર સૂઈ જઈને કાયાને કષ્ટ આપતા. આ રીતે વિવિધ પ્રકારે તેઓ કાયાને જાણીબૂઝીને કષ્ટ આપતા હતા.
કેટલાક તાપસો કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બનીને જમીન પર પડ્યા રહેતા. કેટલાક તાપસો બળબળતા ઉનાળામાં પંચાગ્નિતપ કરતા. કેટલાક તાપસો જમીનમાં ખાડા કરીને તેમાં બેસી દિવસો સુધી સમાધિમાં રહેતા.
કેટલાક નાગા દિગંબર રહેતા. કેટલાક જટાવાળા તો કેટલાક મુંડિત મસ્તકવાળા હતા. નદીના તટથી થોડે દૂર પર્વતના શિખરમાં ઘણી ગુફાઓ છે. કેટલાક તાપસો એ ગુફાઓમાં એકાન્તમાં રહેતા અને મહિનાઓ સુધી ધ્યાનસ્થ રહેતા. ઘણા તાપસો પર્વતની કંદરાઓમાં નગ્નાવસ્થામાં પડ્યા રહેતા. આ તાપસો ભૂખ, તરસ, શીત... ઉષ્ણ આદિ ઇતિ-ભીતિઓથી પર હતા, આ બધા તપસ્વીઓ મોહત્યાગી હતા, વિરક્ત હતા. ઘણા સર્વત્યાગી હતા અને રાતભર ધ્યાનમગ્ન રહેતા.
ાયણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ શૈવમઠમાં બીજો એક વિભાગ કાપાલિકોનો હતો. આ કાપાલિકો મડદાઓની ખોપરીઓની મુંડમાળા ગળામાં ધારણ કરતા. પશુઓના શરીરની રક્તનીતરતી ખાલ શરીર પર લપેટીને તંત્રશાસ્ત્રનાં વાક્યોનું ઉચ્ચારણ કરતા કરતા ઘૂમતા રહેતા. આ કાપાલિકો મોટા ભાગે સ્મશાનોમાં રાત્રિવાસ કરતા. ત્યાં તેઓ વિવિધ કુત્સિત, બીભત્સ અને કુટિલ ક્રિયાઓ કરતા. આ કાપાલિકો એવો દાવો કરતા કે તેમણે ઇન્દ્રિયોની વાસનાને જીતી લીધી છે અને તેઓ સિદ્ધ પુરુષ બની ગયા છે. આ શૈવપંથી કાપાલિકો સ્વાર્થસિદ્ધિ માટે તાંત્રિક મારણ, મોહન, ઉચ્ચાટનના અભિચાર કરતા રહેતા. આ કાપાલિકોથી સામાન્ય લોકો ડરતા રહેતા હતા. પરંતુ દૂરદૂરના દેશોથી રાજાઓ, રાજકુમારો, રાજમંત્રીઓ, શ્રેષ્ઠીપુત્રો વગેરે પોતાની સમસ્યાઓ લઈને આવતા.૧
કોઈના માટે મા૨ણપ્રયોગ થતા, કોઈના માટે મોહન-વશીકરણના પ્રયોગ થતા, કોઈના માટે ઉચ્ચાટનના પ્રયોગ થતા.
For Private And Personal Use Only
૩૭