________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે રીતે સ્ફટિકમણિ વિભિન્ન વર્ગોનું સાંનિધ્ય પ્રાપ્ત કરીને તે વર્ષોમાં પ્રતિભાસિત થાય છે તે રીતે કૃષ્ણાદિ દ્રવ્યોનું સાંનિધ્ય પામીને આત્માના પરિણામ, તે રૂપમાં પરિણત થાય છે. આત્માની આ પરિણતિ “ભાવલેશ્યા' કહેવાય છે. જે કૃષ્ણાદિ દ્રવ્યોનો નિર્દેશ કર્યો તે દ્રવ્યલેશ્યા કહેવાય છે.
દ્રવ્યલેશ્યા પૌગલિક છે. ભાવલેશ્યા આત્મપરિણામરૂપ હોય છે. જોકે પરિણામ, અધ્યવસાય અને વેશ્યા - આ ત્રણેયનો ઘનિષ્ઠ સંબંધ છે, જ્યાં પરિણામ શુભ હોય છે, અધ્યવસાય પ્રશસ્ત હોય છે ત્યાં વેશ્યા વિશુદ્ધમાન હોય છે. કર્મોની નિર્જરામાં પરિણામોનું શુભ હોવું, અધ્ય-વસાયોનું પ્રશસ્ત હોવું અને વેશ્યાઓનું વિશુદ્ધ હોવું આવશ્યક હોય છે.
આનાથી વિપરીત, જ્યારે પરિણામ અશુભ હોય છે ત્યારે અધ્યવસાય અપ્રશસ્ત હોય છે અને વેશ્યા સંક્ષિપ્ત હોય છે. આથી એમ સમજાય છે કે કર્મબંધનમાં અને કર્મનિર્જરામાં પરિણામ, અધ્યવસાય અને વેશ્યાઓનું સમ્મિલિતરૂપે સંપૂર્ણ યોગદાન છે. આનો ફલિતાર્થ એ છે કે મનુષ્ય જો શુભ કર્મબંધ કરવો હોય, કર્મોની નિર્જરા કરવી હોય, તો એણે પોતાનાં પરિણામ, અધ્યવસાયો અને લેશ્યાઓને શુભ રાખવાં જોઈએ.
આચાર્ય અટક્યા. તેમણે બે-ચાર ક્ષણ આંખો બંધ કરી. મેં પણ મારા શરીરને થોડું મરડ્યું. આસપાસ જોયું. દ્વાર પર મારી માતા રૂપસુંદરી ઊભી હતી. તેના મુખ પર સ્મિત રમતું હતું. આચાર્યે પણ આંખો ખોલી હતી. મારી માતાએ તેમનું અભિવાદન કર્યું.
મેં આપના અધ્યાપનકાર્યમાં વિક્ષેપ કર્યો, ભંતે?' નહીં દેવી; આમે ય થોડી ક્ષણોનો વિશ્રામ આવશ્યક હતો.'
જાઉં છું. આપની પાવન ગિરા વહેવા દો... મારી મા મારી સામે હસી અને ચાલી ગઈ. હું આચાર્ય પાસેથી ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરું, એવું મારી મા ઇચ્છતી હતી અને હું એની ઇચ્છા પૂર્ણ કરતી હતી, તેથી એ રાજી થતી હતી. આચાર્યું અમારા વિષયનું અનુસંધાન કરતાં કહ્યું :
ભદ્ર, જે કર્મો જીવે બાંધ્યાં હોય તે જ કર્મ ઉદયમાં આવે. જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે જ એ નક્કી થઈ જતું હોય છે કે આ કર્મ કેટલા સમય પછી ઉદયમાં આવશે. હા, એક વાત સમજી લેવી જોઈએ કે બંધાયેલાં બધાં જ કર્મ વિપાકોદયમાં ન પણ આવે. અર્થાત્ જ્યારે એ ઉદયમાં આવે ત્યારે
મયણા
For Private And Personal Use Only