________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કષાયોનો ક્ષય થયા પછી એ પ્રદેશબદ્ધ કર્મો આત્મામાં સુખ-દુઃખની લાગણીઓ પ્રગટાવી શકે નહીં અને પ્રશસ્ત લેશ્યાઓમાં રમતાં રહેવાથી એ પ્રદેશબદ્ધ કર્મોની સ્થિતિ પણ સારી બંધાય છે.
લેશ્યાઓનો વિષય તારા માટે નવો છે. આજે એ વિષય પણ સમજાવી દઉં છું.
એક ચિત્રકાર ભીંત પર ચિત્ર બનાવે છે, તે તેં જોયું છે ને? ચિત્રકાર લાલ-પીળા અને વાદળી રંગોથી અને બીજા મિશ્ર રંગોથી સુંદર નયનરમ્ય ચિત્ર ભીંત પર કે કેન્વાસ પર અથવા બીજા વસ્ત્ર પર બનાવે છે. તે તેં બરાબર નિહાળ્યું છે ને? અરે, તું પોતે જ ચિત્રકાર છે ને! તમને ખબર હોય છે કે આ રંગો ભીંત ઉપર, વસ્ત્ર ઉપર કે કાગળ ઉપર ટકશે કેવી રીતે? ભીંત ઉપર રંગોને ટકાવનારું, દીર્ઘકાળ સુધી ટકાવનારું તત્ત્વ તમે જાણો છો! માત્ર પાણીના સહારે રંગો દીર્ઘકાળ સુધી ટકતા નથી. પાણી સુકાઈ જાય એટલે રંગો ખરી પડે. એટલે ચિત્રકારો શ્લેષ, સરેશ, ગુંદરનો ઉપયોગ કરે છે. રંગોમાં એ સરેશ-ગુંદર જેવા પદાર્થો ઘોળી નાંખવામાં આવે છે. પછી એ રંગોથી ભીંત રંગવામાં આવે છે.
હવે આ વાતનો ઉપનય સમજવાનો છે. આત્મા ભીંત છે. કર્મપુદૂગલો રંગ છે. કર્મપુદ્ગલો એમ જ આત્માની ભીંત ઉપર ચોંટી જતાં નથી. વચ્ચે કોઈ શ્લેષ સરેશ ગુંદર જોઈએ. તે શ્લેષ-સરેશ-ગુંદર છે લેશ્યાઓ!
અમુક કર્મપુદ્ગલો આત્મા પર પચીસ વર્ષ ટકે, અમુક કર્મો પાંચસો વર્ષ ટકે, આ સમયમર્યાદાનું નિયંત્રણ લેશ્યાઓ કરે છે. આ લેશ્યાઓ છ પ્રકારની છે. ત્રણ લેશ્યા શુભ છે ને ત્રણ લેશ્યા અશુભ છે. કૃષ્ણ-નીલકાપોત આ ત્રણ લેશ્યાઓ અશુભ છે. તેજો, પદ્મ અને શુક્લ આ ત્રણ લેશ્યાઓ શુભ છે.
-
૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે કર્મબંધમાં તીવ્ર પરિણામવાળી અશુભ લેશ્યાઓ ભળે છે ત્યારે કર્મોની અતિ દીર્ઘ સ્થિતિ કે જે અતિ દુ:ખમયી સ્થિતિ હોય છે, તે બંધાય છે... કર્મબંધમાં જ્યારે શુભ લેશ્યાઓ ભળે છે ત્યારે વિશુદ્ધતમ શુભપરિણામવાળી કર્મસ્થિતિ બંધાય છે.
લેશ્યાની પરિભાષા આ પ્રમાણે ઋષિઓએ કરેલી છે
'कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं 'लेश्या' शब्द: प्रयुज्यते । ।'
For Private And Personal Use Only
મણા