________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને વળગે છે?
હા, ગુરુદેવ! એવી શંકા મનમાં ઊઠી.' ‘કર્મવર્ગણાનાં અનંત અનંત પુદ્ગલ આ સમગ્ર ચૌદ રાજલોકમાં ઠાંસીઠાંસીને ભરેલાં છે. અનંત-અનંત જીવો, એક ક્ષણનો વિક્ષેપ પાડયા વિના, પ્રતિસમય અનંત-અનંત કર્મપુદ્ગલો ગ્રહણ કરે છે. છતાં એ કાર્મણવર્ગણાનો વિપુલ જથ્થો ક્યારે ય ઓછો થતો નથી.
જેમ વિશ્વમાં કામણવર્ગણાનો અનંત જથ્થો ભરેલો છે તેમ બીજી પચ્ચીસ - કુલ છવ્વીસ વર્ગણાઓથી આ લોક ભરેલો છે. ખરેખર, આ વિશ્વમાં શું નથી? આપણે જાણી શકતા નથી એવું તો અનંત-અપાર ભરેલું છે. તેને સર્વજ્ઞો જાણે છે, જુએ છે!
મનથી-વચનથી કે કાયાથી કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિ કરી કે આઠેય પ્રકારનાં કર્મપુદ્ગલો આત્મામાં આવી જવાનાં. એ કર્મયુગલોના સારાનરસા પ્રભાવોનો અનુભવ કષાય’ના માધ્યમથી થાય છે.
ભદ્ર! ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર મુખ્ય કષાયો છે અને કષાયોનું સ્વરૂપ તો મેં તને પૂર્વે સમજાવેલું છે. આત્મપ્રદેશમાં રહેલાં કર્મયુગલોનું સુખાત્મક અને દુઃખાત્મક સંવેદન, આ કષાયો વિના થઈ શકતું નથી. આત્માની સાથે બંધાયેલાં કર્મપુદ્ગલોની સ્થિતિનો નિર્ણય કષાયો નથી કરતા, તે કામ “લેશ્યા' કરે છે! આ રીતે -
* મન-વચન-કાયાના યોગોથી પ્રદેશબંધ. છે. ક્રોધાદિ કષાયોથી પ્રદેશબદ્ધ કર્મોનો અનુભવ.
લેશ્યાથી ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય સ્થિતિનું નિર્માણ. આ ત્રણ મુખ્ય વાતો યાદ રાખવાની છે. શા માટે મનને પાપ-વિચારોથી મુક્ત કરવાનો અને શુભ-શુદ્ધ વિચારોથી મનને નિર્મળ કરવાનો ઉપદેશ તીર્થંકર પરમાત્માએ આપ્યો છે, તે સમજાયું ને? શા માટે પામવાણી નહીં બોલવાનો અને હિત-મિત-પ્રિય અને પથ્ય બોલવાનો જ આગ્રહ જ્ઞાની પપાં કરે છે, આ વાત બુદ્ધિમાં ઊતરે છે ને? શા માટે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી ઇન્દ્રિયનિગ્રહ કેળવવાનો ઉપદેશ આચાર્યો આપે છે, તેનું રહસ્ય સમજાયું ને?
હે પ્રાજ્ઞા! શુભ વિચાર, વાણી અને વર્તનથી આત્મપ્રદેશો સાથે શભ કર્મો બંધાય, અશુભથી અશુભ બંધાય. સુખ-દુઃખનો અનુભવ કષાય કરાવે છે.
માણા
For Private And Personal Use Only