________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનો વિપાક, નામકર્મનાં ગતિ આદિ સ્થાનોમાં રહેલો જીવ અનુભવે છે. સુખ-દુ:ખનાં તીવ્ર અથવા મંદ સંવેદનો, આ રસબંધ પર નિર્ભર હોય છે. તીવ્ર અધ્યવસાયથી શુભ કર્મ બાંધ્યું હોય તો એ કર્મનો ઉદય થતાં સુખનું સંવેદન પણ તીવ્ર થવાનું અને અશુભ કર્મ તીવ્ર અધ્યવસાયથી બાંધ્યું હોય તો દુઃખનો અનુભવ તીવ્ર કોટિનો થવાનો.
ચોથો છે પ્રદેશબંધ, મન-વચન-કાયાથી, આત્મા પોતાના સર્વ પ્રદેશોથી કર્મસ્કંધો ગ્રહણ કરે, તે પ્રદેશબંધ કહેવાય. એક-એક આત્મપ્રદેશમાં જ્ઞાનાવરણ આદિ દરેક કર્મના અનંત-અનંત જુગલો બંધાય છે. આ રીતે આત્મા સાથે કર્મ-પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણ આદિ કર્મપુદ્ગલોથી આત્માનું જે બંધાવું, અર્થાત્ પરાધીન થવું, તેને બંધ' કહેવામાં આવે છે. આત્માના અસંખ્ય પ્રદેશો અનંત-અનંત કર્મોથી બંધાયેલા છે. કર્મ અને આત્માની એકતા થવી, તેનું નામ પ્રકૃતિબંધ. તે એકતા થતી વખતે જ સ્થિતિરસ અને પ્રદેશના નિર્ણય થઈ જતા હોય છે. આ રીતે પ્રતિબંધ વિશિષ્ટ બને છે.
જ્યાં સુધી આત્મા આ રીતે કર્મબંધ કરતો રહે ત્યાં સુધી સુખ-દુઃખના Áદ્ધ ચાલતાં જ રહેવાનાં. સંસારપરિભ્રમણ ચાલતું જ રહેવાનું. ત્યાં સુધી આત્મા સ્વરૂપમાં પૂર્ણ રમણતા ન કરી શકે. કર્મબંધનું વિજ્ઞાન એટલા માટે સમજવાનું છે કે જીવ નવા કર્મબંધ ન કરે! આચાર્ય સુબુદ્ધિ બોલ્યા : મદના, કર્મબંધની આ વાતો તું સમજી રહી છે ને બેટી?' હા, ભંતે! મને સમજાય છે.' તો હવે તને કર્મબંધનાં કારણભૂત ત્રણ તત્ત્વો સમજાવું છું. તે તત્ત્વો છે : (૧) યોગ, (૨) કપાય, (૩) લેગ્યા.
કર્મપુદ્ગલો એમ જ અકારણ આત્મામાં આવી જતાં નથી. જીવ મનથી વિચારો કરે છે, વચનથી બોલે છે અને કાયાથી - પાંચ ઇન્દ્રિયોથી પ્રવૃત્તિ કરે છે, માટે કર્મયુગલો આત્મામાં આવે છે; ને રહે છે.
આ એક અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે. પ્રતિક્ષણ, પ્રતિસમય આ પ્રક્રિયા દરેક જીવાત્મામાં ચાલુ જ રહે છે. મન-વચન અને કાયાનાં યંત્રો નિરંતર ચાલુ રહે છે. માટે કર્મપુદ્ગલોનું આત્મામાં આવવું પણ નિરંતર ચાલુ છે.
ભદ્ર, તારા મનમાં પ્રશ્ન થતો હશે કે કર્મપુદ્ગલો ક્યાંથી આવીને
૨૬
માણા
For Private And Personal Use Only