________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
3
)
પેલી દાસી પૂછી રહી છે, “રાજમાતા, આપ ઉદાસ કેમ છો? કઈ રીતે એને સમજાવું કે હું ઉદાસ કેમ છું? મારા જીવનમાં આંધીનું કેવું તોફાન મચી ગયું છે? એનું શું કારણ હશે? મનુષ્યને આ ચકરાવામાં કોણ ઘુમાવતું હશે? આનો સૂત્રધાર કોણ હશે? મયણા વારંવાર કહે છે : જીવ માત્રને કર્મો નચાવે છે. કર્મો જ દરેક જીવના સૂત્રધાર છે. પણ આવાં મારાં કર્મો?
આજે હું આ રાજમહેલની અટારીએ ઊભી છું. મારી આસપાસ વૈભવ છે. મારા દરેક આદેશને ઝીલવા તત્પર દાસ-દાસીઓ ખડે પગે ઊભાં છે. ઉજ્જયિનીનાં સૌ નગરજનો મને “રાજમાતા. રાજમાતા...” કહી આદર આપે છે. રાજા પ્રજાપાલ જેવા સાલસ ને બળવાન રાજા પણ મને આદર આપે છે. શ્રીપાલ જેવો સુંદર, સુશીલ, સંયમી, વીર પુત્ર હોવા છતાં મારા દુઃખનું કારણ શું હશે? કોઈ પણ સ્ત્રીને આથી વધુ શું જોઈએ? ઠીક છે, નાની ઉંમરમાં મને વૈધવ્ય આવ્યું. રાજ્ય ગયું... દુ:ખ આવ્યાં.. પણ દુખ ગયાં ને સુખ આવ્યાં છે ને! આનાથી વિશેષ શું જોઈએ?
પરંતુ વાત એમ નથી. કેવળ આવી બાહ્ય વાતો પર સુખ અવલંબતું નથી. મનની સ્વસ્થતા હોય તો જ જીવને શાતિ વળે. ત્યારે જ જીવન સુખી ગણાય. આટલા વૈભવોની વચ્ચે હોવા છતાં મને અંતરમાં શાંતિ નથી. જ્યારથી શ્રીપાલે પરદેશ જવાની વાત કરી છે ત્યારથી મારી છેલ્લી કેટલીય રાતો અજંપામાં વીતી છે.
મારું મન પવનની આંધીમાં ઊડતાં સૂકાં પાનની જેમ ક્યાંય દૂર સુધી પહોંચી જાય છે. છેલ્લાં પચાસ વર્ષોની યાત્રા કરીને મન ફરી પાછું દેહના પિંજરામાં પુરાઈ જાય છે. એમાં ય ગત પચીસ વર્ષોનો કાળ! પચીસ વર્ષોના લાંબા કાળમાં આ કમલપ્રભાએ કમલપ્રભારૂપે કેટલા દિવસો વિતાવ્યા હશે? એક પણ દિવસ નહીં! આ વર્ષો કેટલાં
૨૭૮
માણા
For Private And Personal Use Only