________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃપણ અને કેટલાં શિથિલ?
મારા મનના સઘન આકાશમાંથી અતીતની સ્મૃતિઓની વર્ષા અનેક ધારાએ વરસવા લાગે છે. ક્યારેક એવી મુશળધાર વર્ષા થાય છે કે એના મારાથી મારું મન ચાળણી તો નહીં થઈ જાય, એવી ભીતિ જગાવે છે.
શ્રીપાલ વિદેશયાત્રાએ જવાનું કહે છે. સારી વાત છે એની. વીર, સ્વમાની અને પરાક્રમી રાજકુમાર બીજાના આશરે આનંદ-પ્રમોદનું જીવન પસાર કરવાનું પસંદ ન જ કરે. આમ તો મહારાજા પ્રજાપાલે પણ એને કહ્યું કે તારે ચંપાનું રાજ્ય લેવું હોય તો મારી વિશાળ સેના તને આપું. તું અજિતસેન સાથે યુદ્ધ કરી, એના પર વિજય મેળવી, તારું રાજ્ય પ્રાપ્ત કર. પરંતુ શ્રીપાલે ના પાડી. સસરાની સહાયથી રાજ્ય નથી મેળવવું કે સસરાના આશ્રયે રહેવું પણ નથી. એને વિદેશમાં જઈને ભાગ્યને ચમકાવવું છે અને એનો ભાગ્યોદય થશે જ, એમ મારું મન કહે છે...
છતાં એક માતા છું ને હું? વર્ષો સુધી પુત્રનો વિરહ મેં વેક્યો છે. પુત્રના રોગગ્રસ્ત દેહને વર્ષો સુધી જોઈને રડી છું... તરફડી છું. મેં એના બાલ્યકાળના લાડકોડ પૂરા કર્યા નથી. એના શૈશવકાળને આનંદથી ભર્યો નથી. હું એને કોઈ સુખ આપી શકી નથી. હવે
જ્યારે સુખના દિવસો આવ્યા છે ત્યારે એ મને છોડી જવાની વાત કરે છે. પહેલાં મેં એનો ત્યાગ કર્યો હતો, હવે એ મારો ત્યાગ કરવા તૈયાર થયો છે...
પણ હવે હું એનો વિરહ સહન કરી શકીશ? મારું મન કેવું આવ્યું બની ગયું છે. વારંવાર મને એનું મુખ જોવાની ટેવ પડી ગઈ છે. શું કરું? એક તરફ કર્તવ્યની ભાવના એને રોકવાની ના પાડે છે. બીજી તરફ એના તરફનો પત્રસ્નેહ એને જવા દેવાની ના પાડે છે... ઓહો... મનમાં કેવું વૈત પેદા થઈ ગયું છે? વિચારોનું વૈત!
કોઈ કોઈ વાર શ્રીપાલ જંગલમાંથી પાછા આવવામાં એટલી વાર લગાડતા કે હું ચિંતામાં પડી જતી. સખી લલિતા મારા મનની વાતનું અનુમાન કરી લેતી અને આશ્વાસન આપતી કહેતી, “સખી, તું મારા
માણા
૨૭૯
For Private And Personal Use Only