________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાથી મુનીશ્વર? આ જીવનમાં કઈ વાતની શ્રેષ્ઠતા છે? સુખની કે દુઃખની? યશની કે અપયશની?'
એમાંથી એકે ય નહીં! આ માનવજીવનમાં જ મુક્તિ પામવાનો પુરુષાર્થ થઈ શકે છે. જીવ શિવ બની શકે છે. આત્મા પરમાત્મા બની શકે છે. આ દષ્ટિએ આ જીવનની શ્રેષ્ઠતા છે.”
મુનીશ્વર, મેં મુક્તિની, મોક્ષની વાતો મયણાના મુખે સાંભળી છે. મને થોડી થોડી સમજાઈ છે. પરંતુ મહારાજ, મારે તો આ વર્તમાન જીવનમાં મુક્તિ જોઈએ છે! શ્વસુરગૃહમાંથી મુક્તિ જોઈએ છે. હવે મન અહીં રહેવામાં અકળાય છે...'
શ્રીપાલ, બધી જ વ્યથા, વેદનાઓ અને અકળામણોનો અંતિમ ઉપાય તો આધ્યાત્મિક જ છે. છેવટે તો એના જ શરણે જવું પડશે પણ અત્યારે હવે આ મારી વાતો ભૂલી જા! અને જીવનનો અર્થ કર્તવ્ય-પાલન કર! તું રાજકુમાર છે.... ચંપાનો ભૂતપૂર્વ રાજા છે! તારી રક્તવાહિનીઓમાં ક્ષત્રિયનું લોહી વહે છે! વળી અત્યારે તારી પુરુષાર્થ કરી લેવાનો કાળ છે! પુણ્યનો પ્રબળ ઉદય તારા પુરુષાર્થને સફળતાના શિખરે પહોંચાડશે! વળી, શ્રી સિદ્ધચક્ર જેવું અદ્વિતીય સિદ્ધયંત્ર તને મળેલું છે. તારી અવિચલ શ્રદ્ધા છે. તું વિદ્ગો પર વિજય મેળવી શકીશ.”
તો મારે ઉજ્જયિની છોડીને...” “હા, ગુરુદેવ કહેતા હતા કે પરદેશમાં જ શ્રીપાલની ભવ્ય ઉન્નતિના પ્રબળ યોગ છે!” ત્યારે મેં ગુરુદેવને પૂછેલું : “ગુરુદેવ, શ્રીપાલ ક્યાંથી પ્રયાણ કરે તો શુભ થાય?” ગુરુદેવે કહેલું : “ભૃગુકચ્છ બંદરથી એનું પ્રયાણ થશે! એને દૈવી શક્તિઓ પ્રાપ્ત થશે...”
સિદ્ધેશ્વર મુનિવરે મારા ખભા પર પોતાનો હાથ મૂકીને મને કહ્યું: ‘હૃદયમાં શ્રદ્ધા, સાહસ અને શૌર્ય ભરીને જીવનના માર્ગે પ્રયાણ કરજે.'
પછી અમે સાથે જ નગરમાં આવ્યા. રાજમહેલ આગળ હું ઊભો રહ્યો તો તેમણે કહ્યું : “કુમાર, ગુરુદેવનાં દર્શન કરીને આવ ને ! ચાલ, મારી સાથે..”
હું મુનિરાજ સાથે પૌષધશાળામાં ગયો. ગુરુદેવનાં દર્શન કર્યા.
૨૭૬
માણા
For Private And Personal Use Only