________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“આપ વિચાર. ગંભીરતાથી વિચારીને જે પગલું ભરવું પડે તે ભરો.. આપ સ્વપરાક્રમથી યશસ્વી બનો, એ તો હું પણ ઇચ્છું છું.”
એક સ્ત્રીની નાનકડી જીભે મારા સુદઢ વ્યક્તિત્વનું ક્ષુલ્લક શબ્દોથી મૂલ્ય આંક્યું? એક રાજ કુમાર માટે આથી ભયાનક શરમ-બીજી કઈ હોઈ શકે? જોકે એ સ્ત્રી કંઈ મારું અપમાન કરવાના આશયથી એ શબ્દો બોલી ન હતી, છતાં એ મારા માટે તો ઘોર અપમાન જ કહેવાય. આવા શબ્દો અંતઃકરણને વીંધી નાખતા હોય છે. એ શબ્દો હું ભૂલવા પ્રયત્ન કરું તો પણ ન ભૂલી શકું. શાંતિની પળોમાં એ મને વિશેષ અસ્વસ્થ કરી મૂકે છે. હૃદયસરોવર ડહોળાઈ જાય છે.
કોઈ નિર્ણય કરતાં પહેલાં મારે મુનીશ્વર સિદ્ધેશ્વરને મળીને એમનું માર્ગદર્શન પણ લેવું જોઈએ. મયણા પણ આ અંગે ગંભીરતાથી વિચારતી તો થઈ ગઈ છે. એ સમજે છે “પતિના ગૌરવમાં પત્નીનું ગૌરવ સમાયેલું હોય છે.” અને બુદ્ધિશાળી તેજસ્વી રાજ કુમારી, હમેશાં પોતાના પતિના સૌંદર્યની સાથે સાથે શૌર્ય અને વીર્યની પૂજક હોય છે. એ ઇચ્છે કે એનો પતિ શૂરવીર હોય, પરાક્રમી હોય.. દિગંતવ્યાપી કીર્તિવાળો હોય!
વળી, જીવન, એક રાજકુમારનું જીવન માત્ર એશઆરામ માટે ન જ હોય. જીવનનો કોઈ ચોક્કસ આદર્શ હોય. કોઈ નિશ્ચિત ધ્યેય હોય. એ ધ્યેયને પાર પાડવા પુરુષાર્થ કરવો જોઈએ!
આજે હું એકલો જ નદીકિનારે જવા નીકળ્યો. આજે મારે સિદ્ધેશ્વર મહામુનિને મળવું હતું અને તેઓ નદીના કિનારે જ ધ્યાનસ્થ દશામાં જોવા મળ્યા. હું આનંદિત થયો. જેવું ધ્યાન પૂર્ણ થયું કે મેં જઈને વંદના કરી. તેમના મુખ પર સ્મિત રમી રહ્યું. એમની આંખમાંથી તેજના ફુવારા છૂટતા હતા. મુખ બ્રહ્મતેજથી ચળકતું હતું. મેં તેમને સીધો જ પ્રશ્ન પૂછ્યો : ‘ગુરુદેવ, જીવન એટલે શું? જીવનનું ધ્યેય શું?” ‘શ્રીપાલ, જન્મ અને મૃત્યુ વચ્ચે વહેતી એક સરિતા... તેને જીવન કહેવાય. સૃષ્ટિમાં જીવન તો અનંત પ્રકારનાં છે. પરંતુ કુમાર, મનુષ્યનું જીવન સર્વશ્રેષ્ઠ જીવન કહેવાય છે.”
મયણા
૨૭૫
For Private And Personal Use Only