________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ દેખાવા લાગે છે.
નવજાત શિશુનું મન ધોઈને સાફ કરીને સૂકવી નાખેલા વસ્ત્ર જેવું હોય છે. એમાં નામનાય સળ હોતા નથી. પરંતુ એ જ મન પ્રૌઢ થતાં કરચલી પડેલા વસ્ત્ર જેવું બની જાય છે. એમાંથી શ્રદ્ધા-જ્ઞાનનું પાણી વરાળ બની ઊડી જાય છે. એમાં દટાઈ પડ્યા રહે છે કેવળ મૂંઝવણના શુષ્ક તાણાવાણા! કેટલા તાણાવાણા! કેટલી કરચલીઓ! એનો કોઈ અંત જ નહીં! ઠેષ, તિરસ્કાર, આત્મશ્લાઘા, ઉદ્વેગ, આત્મપીડન, કામ, મત્સર, મોહ, નિરાશા, વિફળતા, પ્રેમ, મમતા, કરુણા, વાત્સલ્ય...! કેટલી અગણિત કરચલીઓ છે આમાં! પ્રત્યેક વ્યક્તિના જીવન-વસ્ત્ર સાથે વણાઈ ગયેલી!
મહાદેવી! જે કંઈ બન્યું છે તેમાં મહારાજાને અપરાધી માનવાની જરૂર નથી. આવું બધું બને આ સંસારમાં! ક્યારેક સારા માટે પણ ખરાબ બનતું હોય છે! એક કુષ્ઠરોગીના સ્વરૂપે તમને ચંપાનો રાજ કુમાર ને જમાઈ તરીકે મળી ગયો ! જો તમે આ વાતથી આનંદિત હો તો મહારાજાને ક્ષમા આપી દો!
હું તો એમનું તત્ત્વજ્ઞાન સાંભળતી જ રહી! આવી અભુત વાત તેમણે કેવી રીતે કરી? આટલું જ્ઞાન તેમને ક્યાંથી મળ્યું? શું એમની જ્ઞાનપદની આરાધનાથી થયેલા ક્ષયોપશમનું આ ફળ હશે! હું વિસ્ફારિત નેત્રે એમને જોઈ રહી.
મારી માતાના મનનું સમાધાન થતું લાગ્યું.
અમારો રથ રાજમહેલના મહાદ્વારમાં પ્રવેશ્યો. રથમાં હું, મયણા અને મારી માતા કમલપ્રભા - ત્રણેય બેઠાં હતાં. રથનો સારથિ હતો અશ્વિની, રથ મહેલના દ્વારે ઊભો રહ્યો, અશ્વિની રથમાંથી નીચે ઊતર્યો. મયણા અને મારી માતા પણ નીચે ઊતરી ગયાં. હું રથમાં જ બેસીને રાજમહેલ જોવા લાગ્યો.
સંપૂર્ણ રાજમહેલ સફેદ સંગેમરમરના આરસથી બાંધેલો હતો. એની સીમાને શ્યામ પાષાણથી જડી દીધી હતી. શ્યામ સીમાની વચ્ચે આ શ્વેત રાજમહેલ કેવો દેખાતો હતો? જાણે કાળી માટીની ગોળીમાં ઠાંસોઠાંસ ભરેલો માખણનો પિંડો!
મયાણા
૨૭૧
For Private And Personal Use Only