________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું રથમાંથી નીચે ઊતર્યો. માતા અને મયણાં સાથે મહેલમાં પ્રવેશ્યો. મહેલમાં અનેક ખંડો હતા. વચમાં ગોળાકાર પાણીનું તળાવ હતું. એમાં અસ્ત થતા સૂર્યદેવનાં અસંખ્ય કિરણો સ્વેચ્છાએ વિહાર કરતાં હતાં. રંગીન માછલીઓ અને શેત તથા ઉન્નત ગ્રીવાવાળા રાજહંસો કિલ્લોલ કરી રહ્યા હતા. શ્વેત અને નીલ કમળો વાયુની લહરીથી અહીંતહીં ડોલતાં હતાં. તળાવના ચારેય ખૂણે શ્વેત પાષાણમાંથી કોતરેલી સિંહની આકૃતિઓ હતી. સામે રાજમહેલમાં જવા માટે ચડવાનાં સૌથી વધારે પગથિયાં હતાં!
ત્યાં તો મહારાજા પ્રજાપાલ સ્વયં સામે આવ્યા. તેમની ચાલ ગવલી અને મોહક હતી. તેઓએ જે વેશ પહેર્યો હતો, તેમાં તેઓ વિષ્ણુ જેવા શોભતા હતા. તેઓ પ્રભાવશાળી લાગતા હતા. હાથમાંથી અવારનવાર સરી જતા ઉત્તરીયને પોતાના હાથથી જાળવતા હતા. એમની માંજરી આંખો વેધક અને પાણીદાર હતી. વિશાળ ભાલપ્રદેશ હતો અને નાક સીધું અને અણીદાર હતું.
વીજળીની જેમ તેજગતિથી તેઓ રાજમહેલનાં પગથિયાં ચડવા લાગ્યા. ઉપર પહોંચીને તેઓ ઊભા રહ્યા. મારી સામે જોઈને બોલ્યા : “તમને આ રાજમહેલ ગમશે!” મહેલના પ્રત્યેક થાંભલા પર સુંદર નકશીકામ કોતરવામાં આવ્યું હતું. પ્રત્યેક થાંભલો અખંડ પથ્થરથી ઘડાયેલો હતો. મહેલની ભીંતો પર અનેક સુંદર ચિત્રો આલેખવામાં આવ્યાં હતાં. પ્રત્યેક ખંડના દરવાજે દાસ-દાસીઓ વિનમ્રભાવે ઊભાં હતાં. અનેક સ્થળે યોદ્ધાઓનાં સુંદર શિલ્પો વિભિન્ન મુદ્રામાં કંડારેલાં હતાં. ઠેકઠેકાણે લાકડાના પિંજરામાં મયૂર, કોયલ, કપોત, ભારદ્વાજ આદિ પક્ષીઓને રાખવામાં આવ્યાં હતાં.
‘શ્રીપાલ! મહારાજાએ કહ્યું : “હવે તમારે અહીં જ રહેવાનું છે. રોજ રાજસભામાં આવવાનું રાજ્યના મંત્રીગણ સાથે પરિચય કરવાનો. રાજ્ય અંગે જાણકારી મેળવવાની અને આનંદથી જીવવાનું”
મયણાની સાથે હું અને મારી માતા, મહેલના અમારા આવાસમાં પહોંચી ગયાં. અમારા પહેલાં લલિતા પહોંચી ગઈ હતી અને બધું જ વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. મારી માતાનો રાણી રૂપસુંદરી સાથે સારો સંબંધ બંધાયો હતો. રાણી સૌભાગ્યસુંદરી પણ મારી માતા પાસે
૨૭૨
મયણા
For Private And Personal Use Only