________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જોકે મેં તારી સાથે એવો દુષ્ટ વ્યવહાર કર્યો છે કે તું મારું મોઢું જોવા ય રાજી ન હોય, છતાં હું તારી વારંવાર ક્ષમા માગીને વિનંતી કરું છું કે તમે સહુ હવે રાજમહેલમાં ચાલો. નદીકિનારે આપણો જ શ્વેત મહેલ છે, તે મહેલ હું તમને આપું છું. આમે ય મારે તો બધું તમને જ આપવાનું છે ને!'
‘પિતાજી, અમને અહીં મામાના ઘરે ફાવી ગયું છે, અમને અહીં રહેવા દો.' પિતાજીની વિષાદગ્રસ્ત છવિ મારા હૃદયને કરુણાથી આર્દ્ર કરતી હતી. ત્યાં પણ ફાવી જશે. મામા-મામી ત્યાં પણ આવશે. હવે હું તમને મારી પાસે જ રાખવા ઇચ્છું છું. બેટી, જે બનવાકાળ હતું તે બની ગયું... પણ તને યાદ કરીને રાતોની રાતો હું રડ્યો છું... તરફડ્યો છું... કોને કહું? તારી માતા પણ મારાથી રિસાઈને અહીં ભાઈના ઘેર આવી ગઈ... સૌભાગ્યસુંદરી પણ સુરસુંદરીની ચિંતામાં ને ચિંતામાં રડ્યા કરે છે... સુરસુંદરીના ગયા પછી એના કોઈ જ સમાચાર નથી... હું તો મૃઢ બની ગયો છું...'
હવે મારી માતાથી ન રહેવાયું, ન સહેવાયું. તે જરા રોષમાં બોલી: ‘વિદુષી... વિદ્યાવતી નારીની વાતનો વિચાર જ નહીં કરવાનો? એના માટે સ્નેહ, સહાનુભૂતિ કે સમવેદના ન હોવાં જોઈએ? શું એ પથ્થર છે? નિષ્પ્રાણ પ્રતિમા હોય છે? તમે મૂઢ બન્યા, અમને પણ મૂઢ કરી નાંખ્યાં...' બોલતાં બોલતાં એનું ગળુ ભરાઈ આવ્યું. આંખ ભીની થઈ ગઈ.
મહારાજાની દિષ્ટ જમીન પર જડાઈ ગઈ હતી. મારી માતા બોલી: ‘ભલે મયણા-શ્રીપાલ આવતાં હોય તો તેમને રાજમહેલમાં લઈ જાઓ. હું રાજમહેલમાં નથી આવવાની.'
‘મહારાણી! અચાનક શ્રીપાલ બોલી ઊઠ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાણીજી! નવજાત શિશુનું મન એક સુવર્ણ તાસક સમું નિર્મળ હોય છે. એને દુન્યવી ગૂંચોની કંઈ ખબર હોતી નથી. પરંતુ આસપાસની પરિસ્થિતિએ એક વાર એના અંગ પર અમંગલ હાથ ફેરવ્યો કે એના હાથની રેખાઓ એ તાસક પર સ્પષ્ટપણે ઊઠવાની!
૨૭૦
અરે, રેખા માત્ર ઊઠતી નથી, સુવર્ણની તેજોમય પાર્શ્વભૂમિ પર એ રેખા સૂર્યપ્રકાશમાં ચમકી ઊઠે છે! ગુણોની સાથે અજ્ઞાત દોષો
For Private And Personal Use Only
મમણા