________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફો 39 હ
ગીત-નૃત્યનો કાર્યક્રમ પૂર્ણ થયો. પુણ્યપાલ, મારા મામા, મારા પિતાજીનો હાથ પકડી મહેલના મંત્રણાખંડમાં લઈ ગયા. ત્યાં તેમને રત્નજડિત સુવર્ણ સિંહાસન પર બેસાડી તેમનું ઉચિત સ્વાગત કરવામાં આવ્યું.
ત્યારપછી મારા મામાએ મારી અને શ્રીપાલની બધી જ કથા સંક્ષેપમાં સંભળાવી દીધી. પિતાજી સાંભળતા સાંભળતા અનેક આશ્ચર્યના આંચકા અનુભવતા હતા.
હું, શ્રીપાલ, મારી માતા, વિશાલા... કમલપ્રભા.. અમે સહુ ત્યાં ઉપસ્થિત હતાં, મહામંત્રી પણ હાજર હતા. બોલતા હતા માત્ર મારા મામા. મહારાજાના મુખ પર ભાવોનું પરિવર્તન સ્પષ્ટ દેખાતું હતું.
મામાએ જે કહેવાનું હતું તે કહી દીધું. થોડી વાર ખંડમાં મૌન પથરાયુંપછી ધીરેથી પિતાજી મારી સામે જોઈને બોલ્યા :
બેટી મયણા...' હું દૂર બેઠી હતી, ઊઠીને એમની પાસે બેઠી. તેમણે પોતાનો જમણો હાથ મારા માથા પર મૂક્યો અને બોલ્યા :
બેટી, આ અજ્ઞાની પિતાને ક્ષમા કરી દેજે. અહંકારવશ થઈને મેં તારી સાથે અન્યાય કર્યો હતો. રાજસભામાં તેં કહેલી વાત સાચી જ હતી. પણ મારા અભિમાને મને ભ્રમિત કર્યો. તારી સાચી વાતનો સ્વીકાર તો ન કર્યો, ઉપરથી તને દુ:ખી કરવા એક અનાથ અને કુષ્ઠરોગી પુરુષ સાથે તને પરણાવી દીધી...
‘પરંતુ જૈન ધર્મના પ્રભાવે તું દુઃખી ન થઈ. હું તને દુઃખી ન કરી શક્યો... તું સુખી થઈ! ચંપાનગરીના રાજાની રાણી થઈ! અને આ કામદેવ જેવં તને ભર મળ્યો! ખરેખર, જેને પુણ્યનો ઉદય હોય છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી અને જેને પાપકર્મનો ઉદય હોય છે તેને કોઈ સુખી કરી શકતું નથી...
માણ
૨૬૯
For Private And Personal Use Only