________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંનેને મંડપમાં લઈ જવામાં આવ્યાં.
મહારાજાએ સિંહાસન પર બેઠેલી મયણાને તો ઓળખી, પણ શ્રીપાલને ન ઓળખ્યો. બસ, તેઓ સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા... મનમાં હાહાકાર થઈ ગયો.. “આ મારી પુત્રીએ બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કર્યા લાગે છે! છેવટે પાપ પ્રગટ્ય જ! આમાં દોષ મારો જ હતો. મેં ભયંકર ક્રોધમાં અવિચારી કૃત્ય કર્યું હતું. મારી અપ્સરા જેવી પુત્રી મેં કોઢીને પરણાવી દીધી હતી... એ છોકરી પણ કુળશંખણી નીકળી... મારા કુળને અભડાવ્યું.. પોતાના પતિને પરિહરી એ બીજા યુવાનને પરણી ગઈ...”
રાજાના મુખ પર વિષાદ છવાઈ ગયો. તેઓ ઘોર ગ્લાનિથી ભરાઈ ગયા. પરંતુ તરત જ રાજા પુણ્યપાલે વાતને સંભાળી લીધી! “મહારાજા, આપે વિચાર્યું તેવું નથી! “મયણા મહાસતી છે! ‘મયણાએ તપ-જપ, જ્ઞાન-ધ્યાન આદિ દ્વારા ગુરુદેવશ્રી મુનિચન્દ્રસૂરિની મહાન કૃપાથી એ જ કુષ્ઠી પતિને નીરોગી કર્યો અને તે રૂપવાન, શૌર્યવાન અને ગુણવાન બન્યો છે! રાજન, આપણો એ જમાઈ ચંપાનગરીના મહારાજા સિહરથના પુત્ર શ્રીપાલકુમાર છે! રાજમાતા કમલપ્રભા પણ અહીં મારા ઘેર જ રહેલાં છે. માટે શોક દૂર કરો ને નવદંપતીને હૃદયના આશીર્વાદ આપો. પછી બધી વાતો વિસ્તારથી થશે.'
૨૩૮
મય
For Private And Personal Use Only