________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાવવંતી પુત્રવધુ મળી! કેવાં સ્નેહછલોછલ સ્વજનો મળ્યાં.. ખરેખર, મનુષ્યનું જીવન એક સુખ-દુઃખનું ચક્ર છે! સુખ પછી દુઃખ, દુ:ખ પછી સુખ... અને પાછું..”
મા, હવે દુઃખની કલ્પના ના કરીશ!' શ્રીપાલ બોલી ઊઠ્યો. “બેટા, સુખને તું શું માને છે? પૂછ આ મયણાને! એ કહેશે સુખ તો ઝાકળના બિંદુ જેવું છે... જોતજોતામાં એ કમલપત્ર પરથી સરી પડે!”
હશે મા, સુખ ઝાકળના બિંદુ જેવું! પરંતુ એક બિંદુ ખરી પડશે કે બીજું બિંદુ બાઝી પડશે.. એ ખરી પડશે કે ત્રીજું બિંદુ આવી જશે! મા, હવે દુ:ખની કલ્પના જ ના કરીશ!'
સાચી વાત છે. પરમાત્મા ઋષભદેવનો અચિંત્ય અનુગ્રહ પ્રાપ્ત થયા પછી, ગુરુદેવની પરમ કૃપા મળ્યા પછી અને શ્રી સિદ્ધચક્રજીને હૃદયકમલમાં સ્થાપિત કર્યા પછી કોઈ દુઃખની તાકાત નથી કે જે આપણને હલબલાવી શકે!” મયણાએ દૃઢ સ્વરે કહ્યું.
મયણા, બેટી! તે ઘણાનાં દુઃખ દૂર કર્યા... હજુ એક વ્યક્તિનું દુઃખ દૂર કરવાનું બાકી છે!” રાજા પુણ્યપાલે કહ્યું.
કોનું ભાઈ?” રૂપસુંદરીએ પૂછુયું. ‘તું પૂછે છે કોનું દુઃખ?' મયણાના નિષ્કાસન પછી અને તારા અહીં આવ્યા પછી મહારાજા રાજમહેલમાંથી બહાર નીકળ્યા છે ખરા? ક્યારે ય રાજ સભામાં આવીને બેઠા છે ખરા? તેઓ પોતાના ખંડમાંથી બહાર જ નીકળતા નથી. એમની પાસે માત્ર બે જ વ્યક્તિ જઈ શકે છે, એક રાણી સૌભાગ્યસુંદરી અને બીજા મહામંત્રી સોમદેવ.
મારી બહેન! જાણે કે એમણે સંન્યાસ લઈ લીધો હોય, એ રીતે એ જીવે છે. આપણે મહામંત્રીના મુખે મહારાજાની હાલત સાંભળીએ તો ખરેખર, મહારાજા પ્રત્યે કરુણા ઊભરાઈ જાય એવી વાતો છે...'
‘ભાઈ, તમે કહો છો તે સાચું હશે. પણ એમાં અપરાધ કોનો છે? અપરાધી એ પોતે જ છે ને? પોતે કરેલા અપરાધની સજા પોતે જ ભાંગવવી રહી..' રૂપસુંદરીનો મહારાજ પ્રત્યેનો રોષ જરા ય ઓછો થયો ન હતો.
સાચી વાત છે તારી, બહેન! પણ માણસને પોતાની ભૂલ સમજાય ત્યારે
મો
૨પ૯
For Private And Personal Use Only