________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયાં હતાં. મામાએ શ્રીપાલનો પરિચય આપ્યો. સહુ સ્વજનો, નગરશ્રેષ્ઠીઓ અને રાજ્યના અધિકારીઓ વિસ્મિત થયા. આનંદિત થયા. મયણાએ કરેલા રોગનિવારણની વાત સાંભળી સહુ મયણા તરફ અહોભાવ-ભરી દૃષ્ટિથી જોઈ રહ્યા!
મયણાએ કહ્યું : “હે પૂજ્યો, રોગનિવારણ મારાથી નથી થયું, એ બધો જ પ્રભાવ ગુરુદેવશ્રી મુનિચન્દ્રસૂરિજીનો છે. એમના જ અચિંત્ય અનુગ્રહથી બધું સારું થયું છે. ત્યારપછી મયણાએ રાણી કમલપ્રભાનો પણ સહુને પરિચય આપ્યો. સહુનાં મન રાજી થયાં. પ્રીતિભોજન કરી સહુ પોત-પોતાના સ્થાને ગયા.
જુઓ રાજ કુમાર, હવે આ રાજમહેલ તમારી જ છે, એમ સમજીને અહીં રહેવાનું છે.” રાજા પયપાલે શ્રીપાલને પોતાના મહેલમાં કાયમ માટે રહેવા આમંત્રણ આપ્યું.
મહેલ વિશાળ છે. તમને અને મયણાને મહેલનો જે ભાગ ગમે, ત્યાં તમે રહી શકશો. તમારી ઇચ્છા મુજબ ત્યાં બધી જ સગવડતાઓ થઈ જશે. જોકે લગભગ તો બધું વ્યવસ્થિત જ છે. છતાં મયણા જોઈ લેશે, ને જે કંઈ નવું કરવાનું હશે તે થઈ જશે.' પછી કમલપ્રભા સામે જોઈને પુણ્યપાલ બોલ્યા :
મહારાણીજી, આપે પણ હવે અહીં પુત્રની સાથે જ રહેવાનું છે. અહીં કોઈ વાતે સંકોચ રાખશો નહીં. રૂપસુંદરી અહીં છે, એની ભાભી પણ તમને સારો સાથ આપશે!'
ત્યાં વિશાલા બોલી : “આપે તદ્દન સાચું કહ્યું. ચંપાની મહારાણી મારા ઘેર ક્યાંથી? મને તો આનંદની કોઈ સીમા નથી... મયણા મારી ભાણેજ નથી, મારી પુત્રી છે! એ મને ખૂબ જ પ્રિય છે... રાજસભામાં જે દિવસે ઉલ્કાપાત થયો... મયણા ઉંબરરાણાનો હાથ ગ્રહીને ચાલી ગઈ... ત્યારથી મને શાંતિથી ઊંઘ નથી આવી, ભોજન નથી ભાવ્યાં...' બોલતાં બોલતાં વિશાલાનો કંઠ રૂંધાઈ ગયો. રૂપસુંદરીએ સાડીના પાલવથી વિશાલાની આંખો લૂછી.
કમલપ્રભાએ લાગણીભર્યા સ્વરે કહ્યું : “અમારી દુ:ખની અમાસની રાત વીતી ગઈ.. સુખનું પ્રભાત પ્રગટ્યું છે... કેવી રૂપવાન, ગુણવાન અને
૨૫૮
માણા
For Private And Personal Use Only