________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર વાતચીત કરીને તરત જ મને કહ્યું : “મહાદેવી! તમે આ ખચ્ચર પર બેસી જાઓ. પુત્રને ગોદમાં લઈ લો. એના પર તમારી જ આ ચાદર ઓઢાડી દો.
મને એ રીતે બેસાડી, મારી ચારેય બાજુ એ સાતસો કુષ્ઠરોગી વીંટળાઈ વળ્યા. મને ખાતરી જ હતી કે સવારે અજિતસેન મને અને કુમારને રાજમહેલમાં નહીં જુએ એટલે અમને શોધી લાવવા ચારેય દિશામાં સૈનિકોને રવાના કરશે.
બે ઘોડેસવાર સૈનિકો અને જ્યાં હતાં ત્યાં આવી પહોંચ્યા. આવીને પૂછવા લાગ્યા :
અહીંથી તમે એક સ્ત્રીને નાના બાળક સાથે જતી જોઈ છે કે?' ના રે, અમે જોઈ નથી.” અમારે તમારા કાફલામાં તપાસ કરવી પડશે.' “કરો તપાસ, અમે બધા જ કુષ્ઠરોગી છીએ... અમને અડશો તો તમને પણ કુષ્ઠરોગ થશે. પછી જેવી તમારી ઇચ્છા...'
સૈનિકો ગભરાયા. ત્યાંથી જ પાછા વળી ગયા. મને પ્રભાતસિંહ બાદરાયણ-આશ્રમમાં પહોંચાડી ગયો. “આ બધી મારી કરમકથા મેં અહીં આવીને મયણા-શ્રીપાલને કહી હતી. આજે પુન: તમને કહી છે.'
પછી તમે આટલાં વર્ષો એ આશ્રમમાં જ પસાર કર્યો?” રૂપસુંદરીએ પૂછ્યું.
હા, તપસ્વિની બનીને ત્યાં રહી. કુલપતિ દયાના સાગર છે, અને તપસ્વિની માતા નંદિની પણ ખૂબ જ સાલસ સ્વભાવનાં, મૃદુ, કોમળ અને પ્રેમભર્યા શબ્દોથી વાત કરનારાં છે.
હા, મનમાં ક્યારેક પ્રચંડ તોફાનો જાગતાં. તેને દબાવી દઈ, જીવન સાથે સમાધાન સાધી સંતોષ માન્યો હતો. અસંતોષનો સંતોષ! ક્યારેક ચિત્તભ્રમ જેવું પણ થઈ જતું... વિચારોમાં ચઢી જતી. વિચારોનું કેન્દ્ર મારી પુત્ર હતો. તે કુષ્ઠરોગથી ઘેરાઈ ગયો હતો. હું એને ક્યારેક ક્યારેક મળી આવતી... એને જોતી ને મારું હૈયું ભાંગી પડતું હતું...' બોલતાં બોલતાં કિમલપ્રભાના ગળે ડૂમો બાઝયો.
રૂપસુંદરીએ સહાનુભૂતિભર્યા શબ્દોમાં કહ્યું :
અયા
૨પપ
For Private And Personal Use Only