________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ՅԱ
હું ચાલતી ન હતી. જાણે દોડતી હતી, જર્મીન પર સૂકાં પાંદડાંના ઢગલા હતા. મોટા-નાના પથરાઓ હતા... કાંટા હતા... ગીચોગીચ વૃક્ષો ઊગેલાં હતાં. પગમાં કાંટા ભોંકાતા હતા. અંધારામાં કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. પણ માર્ગ પરથી સર્પો... અજગરો... ઉંદરો... પસાર થતાં લાગતાં હતાં. વાઘ, ચિત્તા, વરુ જેવાં હિંસક પશુઓની ત્રાડો સંભળાતી હતી... ક્યાંક ક્યાંક આગના ભડકા થતા... કોઈ બિહામણી... ડરામણી આકૃતિઓ પ્રગટ થતી ને અદૃશ્ય થતી હતી, મારી છાતી ધÜË થતી હતી.
૨૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસ્તામાં નદી આવી, પણ પાણી છીંછરું હતું. હું નદી ઊતરી ગઈ... ત્યાં જંગલી વાંદરાંઓનાં ટોળાં વૃક્ષો પર કૂદાકૂદ કરતાં હતાં... ઝરણાં આવ્યાં... ઝરણાંના કિનારે થોડી વાર હું બેઠી. અરુણોદય થવામાં હતો. શ્રીપાલ જાગી ગયો હતો. જાગતાં જ તેણે દૂધ માંગ્યું... ને મારી આંખોમાંથી આંસુ વરસી પડયાં. મેં પુત્રને છાતીસરસો દાબીને કહ્યું : ‘મારા લાલ, તને હવે હું અહીં દૂધ ક્યાંથી આપું? આપણે રાજપાટ છોડ્યાં... મહેલ છોડ્યો... બધું છોડ્યું... હવે તો આપણા પ્રાણ બચી જાય એટલે બસ! વત્સ, તું ધીરજ રાખ... કંઇ ને કંઈ ખાવા-પીવાનું મળી જશે...'
વળી મેં પુત્રને તેડી લીધો અને આગળ ચાલી. અરુણોદય થઈ ગયો હતો. રસ્તો દેખાતો હતો. હું ઝડપથી ચાલી રહી હતી... ત્યાં મને થોડે દૂર ઘણા માણસો અને ઘણાં ઝૂંપડાં દેખાયાં. હું કંઈક આશ્વસ્ત થઈ.
નજીક પહોંચી મેં જોયું તો એ કુષ્ઠરોગીઓનો કાફલો હતો! મને જોઈને, મારા ખભે સુંદર બાળકને જોઈને, એ લોકો ઊભા રહી ગયા. મારી પાસે આવ્યા. તેમના આગેવાન દેખાતા માણસે મને પૂછ્યું : ‘માતા, તમે કોઈ ઊંચા ઘરનાં સ્ત્રી લાગો છો, આમ એકલાં ક્યાં જાઓ છો?'
મારું ગળું ભરાઈ આવ્યું. આંખો ભીની થઇ ગઈ. તે જોઇને પેલા પુરુષે કહ્યું : ‘માતા, તમે નિર્ભય રહો. તમને કોઈ દુઃખ હોય તો કહો...' હું આશ્વસ્ત બની અને મારો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તે લોકોએ
For Private And Personal Use Only
ચણા