________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘રાણી! તમારું જીવન તો મને ઈર્ષ્યા ઉપજાવે એવું છે. હું જે તમારી જગ્યાએ હોત તો ભાંગી પડી હોત. તમારા જેવું સ્વમાની જીવન જીવનારા કેટલા? તમે તો નાની ઉંમરે સર્વસ્વ ગુમાવ્યું. છતાં વીરાંગના બનીને તમે જીવન સાથે જંગ ખેડેલો છે. મારે મન તો તમે કોઈ મહાન વીરાંગના છો.'
મારી માતાએ પોતાની સાડીના છેડાથી મારી સાસુની આંખો લૂછી, અને મને કહ્યું : “બેટી! તું સાચે જ મહાન પુણ્યશાળી છો... હવે દુ:ખના દહાડા ગયા... હું ઘેર જઈને તારા મામાને બધી વાત કરું છું. હવે તમારે અહીં રહેવાનું નથી. મામા તમને સન્માનપૂર્વક લેવા આવશે! કારણ કે ચંપાનગરીના રાજા-રાણીને પોતાના મહેલે લઈ જવાના છે! સાથે ચંપાની રાજમાતા પણ હશે! સમગ્ર ઉજ્જયિની નગરી હર્ષના હિલોળે ચઢશે.”
માલવદેશની પાટનગરી ઉજ્જયિનીની શોભા દેવોની અમરાવતીને ઝાંખી પાડે તેવી બની હતી. આજે મયણાસુંદરીનો શ્રીપાલ સાથે સામતરાજા પુયપાલના રાજમહેલમાં પ્રવેશોત્સવ હતો. એક અત્યંત તેજસ્વી રાજપરિવારમાં એક નવી યશકલગી ઉમેરાયાનો આનંદ પ્રજાના હૈયે સમાતો ન હતો,
રાજમાર્ગોને અત્યંત કાળજીથી સ્વચ્છ કરીને તેના પર જળછંટકાવ કરવામાં આવ્યો હતો. નગરીની હોંશીલી કન્યાઓએ આખા રાજમાર્ગને અનેક જાતની રંગોળીઓથી સુશોભિત કર્યો હતો. દુર્ગને ફરતાં આસોપાલવના તોરણ અને કાંગરે કાંગરે દીપાવલિઓ ગોઠવવામાં આવી હતી. દુર્ગના મુખ્ય દરવાજા અને રાજમહેલનાં પ્રવેશદ્વાર મણિમુક્તાઓનાં તોરણોથી અને કેળ વગેરેના સ્તંભોથી શણગારવામાં આવ્યાં હતાં. શ્રીપાલમયણાને વધાવવા માટે સોના-રૂપાનાં પુષ્પોના થાળ લઈને ખીલતી. કુસુમકળીઓ જેવી પુર કન્યાઓ હળવે સાદે મંગલગીત ગાઈ રહી હતી.
નગરજનોએ પોતાનાં ગૃહોને તોરણો, ધૂપશિખાઓ અને નાનાં નાનાં ચિત્રોથી અલંકૃત કર્યા હતાં. ગોખે ને ઝરૂખે, પ્રાસાદોની અગાસીઓ અને મકાનનાં છાપરાં પર પુત્રવધૂઓ પોતાના રાજમાઈને વધાવવા સર્વ સામગ્રી સાથે બેસી ગઈ હતી. કિલ્લાની પાછળ ઉગતા રવિનાં કેસરવરણાં કિરણો, એ નવયૌવનાઓનાં પુષ્ટ રક્ત કપોલ પ્રદેશ પર લાવણ્યની નવજ્યોત પ્રગટાવતાં હતાં.
૨૫૩
મયણા
For Private And Personal Use Only