________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, એટલે બધી જ જવાબદારી આપે ઉપાડવી પડશે.'
મને મહામંત્રીની વાત સાચી લાગી. રાજા વિના રાજસિંહાસન સૂનું રહે અને રાજસિંહાસન સૂનું રખાય નહીં. મેં મહામંત્રીને વિનંતીના સ્વરે કહ્યું:
“મહામંત્રીશ્વર! હવે રાજ્યના અને અમારા તમે જ આધાર છો. તમે રાજ કુમાર શ્રીપાલનો રાજ્યાભિષેક કરાવો, એની આજ્ઞા પ્રવર્તાવો અને તમે જ રાજ્યભાર સંભાળો. જ્યાં જરૂર લાગે ત્યાં મને પૂછી શકશો.'
બાર દિવસનો શોક પાળવામાં આવ્યો. ત્યાર પછી શુભમુહૂર્ત રાજ કુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. મહામંત્રી મતિસાગરે રાજ્યનું સારી રીતે સંચાલન કરવા માંડ્યું.
રાજ્યાભિષેક થયે છ મહિના પણ વીત્યા ન હતા, ત્યાં એક દિવસ મહામંત્રી મારી પાસે આવ્યા.
મહારાણીજી, મારે એકાંતમાં આપની સાથે અગત્યની વાત કરવી છે.” મહામંત્રી મારા માટે પિતાતુલ્ય હતા. મને તેઓ ગુપ્ત મંત્રણાગૃહમાં લઈ ગયા અને કહ્યું :
મહાદેવી, તમે અજિતસેનને ઓળખો છો ને? રાજકુમારનો એ પિતરાઈ કાકો, આપણો દુશ્મન બન્યો છે. તેણે રાજ્ય પોતાનું કરી લેવા પડ્યુંત્ર રચ્યું છે. એણે સેનાપતિને ફોડી પોતાને વશ કર્યો છે. રાજમહેલના દરેક માણસને ફોડીને પોતાના કરી લીધા છે. એ રાજકુમારની હત્યા કરવા માંગે છે. મારો પણ વધ કરવા ઇચ્છે છે.
મહારાણી! આ મહેલમાં, આ નગરમાં આપણું કોઈ નથી...! માટે આજે રાત્રે જ તમે રાજ કુમારને લઈ, આ નગરથી દૂર દૂર ચાલ્યાં જાઓ... હવામાં ઓગળી જાઓ. અજિતસેન તમને બંનેને શોધવા આકાશ-પાતાળ એક કરશે... પણ તમે બંને એના હાથમાં ન આવો એ રીતે જંગલમાં ખોવાઈ જાઓ.'
પણ મહામંત્રીજી, એ અજિતસેન આપને પણ મારવા ઇચ્છે છે ને? આપ શું કરશો?’
હું મારો માર્ગ શોધી લઈશ. આપ ચિંતા ના કરશો' ‘તે છતાં, આપને ક્યારેક મળવું હોય તો...?' ‘ત્રકષિ બાદરાયણના આશ્રમમાં, મગધ દેશની સીમા પર...” એ આશ્રમ તો મારો જોયેલો છે અને પ્રષિરાજની મારા પર પરમ કૃપા છે...'
માણા
For Private And Personal Use Only