________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદાત્ત છે, એની પ્રતીતિ થતી હતી. મહારાજાના સાહચર્યથી એક જ ભાવ ઊમટતો હતો અને તે વિશદ્ધ પ્રેમનો! પ્રેમ જ મનની સૌથી પ્રભાવક પ્રેરણા છે. જીવન ઉદારતાથી મારા પર સુખનાં પુષ્પો વરસાવી રહ્યું હતું. શ્રીપાલ ચાર વર્ષનો થયો હતો.
એક દિવસ તેઓ મૃગયા ખેલવા જંગલમાં જવા તૈયાર થયા. મૃગયાની બધી તૈયારી થઈ ગઈ હતી. મહારાજા ઝડપથી મહેલની બહાર નીકળતા હતા, ત્યાં એમના મસ્તક પરનો સુવર્ણજડિત મુગટ દરવાજાના પડદામાં ભરાઈને નીચે ગબડી પડ્યો. મારા મનમાં ભયનું મોજું ફરી વળ્યું. આગળ આવી મેં તરત જ મુગટ ઊંચકી લઈને કહ્યું : “મહારાજ, આજ ન જાઓ તો ન ચાલે?'
‘કમલ, સ્ત્રી સ્વભાવે ડરપોક હોય છે! પરંતુ પુરુષો કૃતનિશ્ચયી હોય છે. હું જવાનો જ. તું મનમાંથી ભય કાઢી નાંખ, હું કંઈ યુદ્ધમાં નથી જતો, માત્ર મૃગયા માટે જાઉં છું.' મસ્તક પર મુગટ ચઢાવી તે ઝડપથી બહાર નીકળી ગયા. બીજા દિવસે તો તેઓ પાછા આવી ગયા. પરંતુ એમનો સદાય હસતો ચહેરો આજે પ્લાન પડી ગયો હતો. મેં માન્યું કે વનમાં ભટકીભટકીને થાકી ગયા હશે. મને જોઈને તેઓ ખુશમિજાજમાં આવી જશે, એમ સમજી હું હસતી હસતી એમની પાસે ગઈ. પરંતુ તેમણે મારી સામે પણ જોયું નહીં. નીચું મોં કરી સીધા તેઓ પોતાના ખંડમાં ચાલ્યા ગયા. હું પણ એમની પાછળ ગઈ. તેઓ સીધા જ પલંગમાં ચત્તાપાટ પડી ગયા. હું તેમના માથે હાથ ફેરવવા લાગી.
આપને શું થાય છે?' ધીરેથી પૂછયું. પેટમાં શુળ ભોંકાય છે... સહન નથી થતું.” મેં તરત દાસીને બોલાવીને, રાજવૈદ્યને બોલાવી લાવવા દોડાવી. પરંતુ વૈદ્યરાજ આવે તે પહેલાં તો મારું સૌભાગ્ય નંદવાઈ ગયું. મહારાજા મૃત્યુ પામ્યા. મારા પર જાણે વજપાત થયો... હું મૂછિત થઈ જમીન પર ઢળી પડી. જ્યારે ભાનમાં આવી ત્યારે સ્વજનોએ મને ઘેરી લીધી હતી. મહામંત્રી મતિસાગર મારી નિકટ બેઠા હતા. શ્રીપાલ તેમના ખોળામાં હતો.
હું સતત વિલાપ કરી રહી હતી.. ખાતી ન હતી, પીતી ન હતી. છાતી ફાટ રુદન ચાલુ હતું. ત્યાં મહામંત્રીએ મને કહ્યું :
મહારાણી, હવે હૃદયને મજબૂત કરો. આમ વિલાપ કરતાં રહેશો તો રાજ્યનું શું થશે? હવે રાજ્યની ધુરા આપે સંભાળવાની છે. રાજકુમાર નાના
મયણા
રપ૧
For Private And Personal Use Only