________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી મા અપલક નેત્રે એમને જોઈ જ રહી! કામદેવ જેવા સુંદર... ઊંચી ને પુષ્ટ દેહ... પહોળું વક્ષસ્થળ.... નિર્મળ નેત્રકમળ... હાથ-પગ-હથેળી. બધું મનોરમ! વિશિષ્ટ સૌંદર્યથી પરિપૂર્ણ મુખ!
મા, પરમાત્મા ઋષભદેવનો પરમ અનુગ્રહ થયો... ગુરુદેવની અપરંપાર દયા વરસી... તેઓએ શ્રી સિદ્ધચક્ર-મહામંત્ર આપ્યું, એની આરાધના કરાવી... પરિણામે તારા જમાઈ નીરોગી બની ગયા. નવ દિવસ આયંબિલનો તપ કર્યું.. જપ કર્યો... ધ્યાન કર્યું અને બધાં દુઃખો ટળી ગયાં!”
અમે અમારા ઘરના મધ્યખંડમાં બેઠાં હતાં. રાણી કમલપ્રભા મારી બાજુમાં જ બેઠા હતાં. તેઓ બોલ્યાં :
મહારાણી! મારી આ પુત્રવધૂએ.. તમારી આ લાડલી બેટીએ તો મારા કુળનો ઉદ્ધાર કર્યો છે. મારા પુત્રને નીરોગી કરી અમારા પર મહાન ઉપકાર કર્યો છે. ખરેખર, મને અને મારા આ પુત્રને દુઃખોના મહાસાગરમાંથી પાર ઉતાર્યા છે. અમને જિનધર્મ પમાડ્યો છે. સુખના માનસરોવરમાં તરતાં કરી દીધાં છે... વધારે તો શું કહ્યું? ઘણા ઘણા જન્મોનું પુણ્ય સંચિત થયું હોય તો જ આવી પુત્રવધૂ મળે!'
વળી, આટલી નાની ઉંમરમાં તેણે પોતાના રાજા-પિતા સાથે ધર્મના સિદ્ધાંત માટે કેવો સંઘર્ષ કર્યો? મહાદેવી! તમે તમારી આ પુત્રીને ધાવણમાં જ ઘણા ઘણા સંસ્કારો આપેલા લાગે છે. કેવું એનું સ્વચ્છ ને વિશાળ હૃદય છે! કેવી ઉદારતા ને સહિષ્ણુતા છે! આ પૃથ્વી પર અનુપમ કહી શકાય એવા ગુણો અને એવું જ્ઞાન છે તમારી આ પુત્રી પાસે! તમારી પુત્રીએ તમારા વિશે પણ મને ઘણી વાતો કરી છે.'
મારી મા, રાણી કમલપ્રભા સામે અપલક દૃષ્ટિએ જોતી, એની વાતો સાંભળી રહી હતી. મારી માને હજુ માતા-પુત્રનો સામાજિક પરિચય મળ્યો ન હતો અને એ જાણવાની સ્ત્રીની ઇચ્છા પ્રબળ હોય છે! એટલે મા બોલી:
અમારા પરમ ભાગ્યોદયથી આવો ચિંતામણિ જેવો જમાઈ મળ્યો છે. એમને જોતાં જ એમના શૌર્યનું, વીરત્વનું, જ્ઞાનનું અને ઐશ્વર્યનું અનુમાન કરી લીધું... તે છતાં હે દેવી! એમનું કુળ, એમનું નગર... એમના વંશ.. વગેરે જાણવાની મારી તીવ્ર ઇચ્છા છે.”
કમલપ્રભાએ મારી સામે જોયું; પછી શ્રીપાલ સામે જોયું અને પોતાનો વૃત્તાંત કહેવો શરૂ કર્યો.
૨૪૮
માણા
For Private And Personal Use Only