________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે મેં આવી કુલકલંકિની પુત્રીને જન્મ આપ્યો..”
રૂપસુંદરી રડી પડી. એનું રુદન મયણાના કાને પડ્યું. સ્તવના પૂર્ણ થઈ ગઈ હતી. તેણે પોતાની માતાને ઓળખી. તેને રડતી જોઈ... એ ઊભી થઈ.. ઉતાવળી ઉતાવળી માતાની પાસે જઈ, એના બે હાથ પકડી.. એની આંખોમાં આંખો પરોવીને બોલી :
મારી મા, હર્ષિત થવાના બદલે તું દુ:ખી કેમ થઈ ગઈ? પરમાત્માની અચિંત્ય કૃપાથી અને ગુરુદેવના પરમ અનુગ્રહથી અમારાં બધાં દુઃખદુર્ભાગ્ય દૂર થઈ ગયાં છે! મા, જિનમંદિરમાં સંસારની વાતો ન કરાય. તે કરવાથી આશાતના લાગે. માટે અમે રહીએ છીએ એ ઘરે તું આવ. ત્યાં બધી વાત તું સાંભળીશ તો હર્ષથી નાચી ઊઠીશ તારી પુત્રી શું કોઈ ખોટું કામ કરે ખરી?'
બેટી, હું અત્યારે જ તારી સાથે તારા ઘેર આવું છું!
જીવનમાં અનેક પ્રસંગો બને છે. માણસ ગમે તેટલું મળે તો પણ તે બધા પ્રસંગો યાદ રાખવા મુશ્કેલ હોય છે. પરંતુ કેટલાક પ્રસંગો ભૂલવા મથીએ તો પણ ભુલાતા નથી. પાણીમાં મગરે પકડેલો શિકાર એ ક્યારેય છોડવા તૈયાર હોતો નથી તેમ મન પણ એવા વિશિષ્ટ પ્રસંગને ભૂલવા તૈયાર હોતું નથી. મનની મંજૂષામાં આવા અનેક મુલાયમ અને ખડબચડા પ્રસંગોનાં વસ્ત્રો પહેલાં હોય છે...
આજે એવી એક મંજૂષા ખૂલવાની છે. એ મંજૂષા છે ચંપાની વિધવા રાણી કમલપ્રભાની. પરંતુ એ પહેલાં હું મારી માતા સાથે થોડી વાતો કરી લઉં! કારણ કે એ સ્નેહમયી, કરુણામયી, સૌંદર્યમયી મારી જનની છે. અન્નપૂર્ણાની જેમ પરિપૂર્ણ અને ધરિત્રીની જેમ સર્વ સહનારી, મૂર્તિ જેવી સ્તબ્ધ, વિસ્મિત પશ્ચાત્તાપભરી અને મુગ્ધ દૃષ્ટિથી મને જોઈ રહી હતી. મેં નમીને માનો ચરણસ્પર્શ કર્યો. ઝરતા ફૂલને ઝીલી લેતી હોય એમ કોમળ હાથે મને પ્રયત્નપૂર્વક ઊભી કરી.... ક્ષીણ અને પશ્ચાત્તાપભર્યા અવાજે બોલી:
બેટી, મેં તારા માટે ખોટા વિચાર કર્યા... મને ક્ષમા....” મેં માના મુખે હાથ મૂકી બોલતી બંધ કરી, ત્યાં તો શ્રીપાલે આવીને માને પ્રણામ કર્યા. “મા, આ જ એ કુષ્ઠરોગી... તારા જમાઈ છે! એમને આશીર્વાદ આપ.”
અયા
૨૪૭
For Private And Personal Use Only